________________
પર્યવસિત
૧૫૦
તેના વડે આત્મજ્ઞાન ન થાય તે | આત્મસ્વભાવ રૂપ નથી. મતિજ્ઞાન વિષય-વિષયીના સંબંધથી થાય છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે તેથી પરોક્ષ છે. અર્થાત્ પરાધીન જ્ઞાન છે. ઉપરોક્ત ત્રણ જ્ઞાન ઉપયોગ દ્વારા ઇન્દ્રિયાતીત હોવાથી
સ્વાધીન છે અને પ્રત્યક્ષ છે. પર્યવસિત: નિશ્ચય. છેડાવાળું,
અંતવાળું. જેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી અંત છે. શ્રુતજ્ઞાનનો એક
સપર્યવસિત ભેદ. પર્યકાસન: એક આસન, પ્રભુજીની
પ્રતિમાનું જે આસન છે તે.
પદ્માસન). પર્યતઃ અંતિમ, ત્યાગ. મૃત્યુ,
પર્યવસાન) પર્યાપ્તઃ પૂરું. પતિઃ નવા જન્મમાં દેહ ધારણ
કરવા માટેની સામગ્રી છે. જન્માંતરે જતાં નવીન શરીરાદિ માટેની સામગ્રીની રચના કરવી. યોનિસ્થાનમાં પ્રવેશ કરીને જીવ પોતાના શરીરને યોગ્ય પગલ વર્ગણા ગ્રહણ કરે છે. તે આહારપર્યાપ્તિ છે. ત્યાર પછી અનુક્રમે શરીર ઇન્દ્રિય, શ્વાસ, ભાષા, મનને યોગ્ય પગલ વર્ગણા ગ્રહણ કરીને છ પર્યાપ્તિ પૂરી કરે છે. તેનો કાળ અંતર્મુહૂર્ત
જૈન સૈદ્ધાંતિક છે. જે જે શરીરની જાતિ હોય તે પ્રમાણે પર્યાપ્તિ હોય છે. પર્યાપ્તિ પૂરી કરીને મરે તે જીવ પર્યાપ્ત કહેવાય છે, પૂરી કર્યા વગર મરે તે અપર્યાપ્ત કહેવાય છે. જેમ ઘર બનાવવા પ્રથમ સામગ્રી ભેગી કરવામાં આવે છે તેમ જીવ નવીન શરીર માટે પર્યાપ્તિ વડે સામગ્રી ભેગી કરે છે. તેમાં જેમ વસ્ત્ર વગેરે પૂર્ણ અને અપૂર્ણ હોય છે, તેમ જીવ પર્યાપ્ત અપર્યાપ્ત બંને પ્રકારે હોય છે. તે નામકર્મની પ્રકૃતિઓ છે. ઔદારિક, વૈક્રિય કે આહારક શરીર નામકર્મના ઉદયથી પર્યાપ્તિ નામકર્મનો ઉદય થતાં જીવમાં એવી ફુરણા થાય છે. જેમ તલને પીલીને તેલરૂપ પરિણમાવે તેવી રીતે જીવના સંયોગથી તેજસ શરીર દ્વારા કોઈ પુગલો ખેલ રસરૂપે પરિણમે તે આહાર પર્યાપ્તિ. ખરસરૂપ પરિણત યુગલ સ્કંધોમાંથી ખલ ભાગમાંથી હાડકાં ચામડી સ્થિર અવયવો તથા રસમાંથી રુધિર, વીર્ય રૂપ પરિણમન શક્તિ તે શરીર-પર્યાપ્તિ છે. આત્માને યથાયોગ્ય દ્રવ્યેન્દ્રિયોના સ્થાનરૂપ પ્રદેશોથી વર્ણાદિક ગ્રહણરૂપ ઉપયોગ શક્તિ જાતિ નામકર્મથી થાય તે ઇન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org