________________
શબ્દપરિચય
રુચિ થવી; શ્રદ્ધા કરવી. તત્ત્વાર્થસૂત્ર : આ. ઉમાસ્વાતિ રચિત મોક્ષમાર્ગ—તત્ત્વાર્થદર્શન વિષયક ગ્રંથ છે. દિ. શ્વે. બંને આમ્નાયને માન્ય છે, સર્વપ્રધાન સિદ્ધાંતગ્રંથ છે. અનેક શાસ્ત્રકારોએ આ ગ્રંથ ૫૨ ટીકા - વિવેચન કર્યાં છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ જે. આ
ઉમાસ્વાતિજી રચિત સૂત્રાત્મક મહાગ્રંથ જે શ્વેતાંબર, દિગંબર બન્ને આમ્નાયને માન્ય છે. તત્પ્રદોષ : તત્ત્વજ્ઞાનમાં હતોત્સાહ, પ્રમાદ. એક દોષ છે. તથાગતિ પરિણામ ઃ પ્રતિબંધ વિનાનું. અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે. જીવઅજીતની એવા પ્રકારની ગતિનો સ્વભાવ છે. તદાહતાદાન પોતાને માટે અયોગ્ય
:
તથા ચોર દ્વારા લાવેલી વસ્તુ ગ્રહણ કરવી.
તદુભય પ્રાયશ્ચિત્ત : બંને પ્રકારનું પ્રાયશ્ચિત.
તદ્ધિપ્રત્યય : શબ્દને જે જે પ્રત્યય
લાગે તે. જેમકે ગ્રામ ૫૨થી ગ્રામ્ય. તદ્ભવ મોક્ષગામી ઃ અંતિમ ભવવાળા.
ભવાંતરે જન્મ ન લેનારા. તવચન સેવના ઉપકારી પરમ ગુરુજીનાં વચનોની સેવા કરવાની
ભાવના.
Jain Education International
તપ
તનવાત : અતિ પાતળો વાયુ, ધનોદધિ ધનવાતનો જે આધાર.
તનુતમ ઃ અતિશય પાતળું. તપ (તપશ્ચર્યા) સંસારના દુઃખરૂપી તાપોને શમાવે તે તપ. દુઃખનું મૂળ ઇચ્છા છે. ઇચ્છાઓનો નિરોધ એ તપ છે. એ પ્રથમ તો દુઃખદાયક લાગે તેવું છે. અંતરંગ શુદ્ધિ વીતરાગતા, સામ્યતાની વૃદ્ધિ માટે તપ માન ધર્મ છે. તેથી સુખપ્રદાયક છે. તેથી જ્ઞાનીજનો
સાધકો તપ કરવામાં પ્રમાદ સેવતા નથી. તપ દ્વારા અનાદિનાં કર્મો નષ્ટ થાય છે. તેથી સમ્યક્ તપનું મોક્ષમાર્ગમાં સર્વોત્કૃષ્ટ સ્થાન છે. મુનિજનો માટે પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરી તથા ચાર કષાયોનો પરિહાર કરી શુભધ્યાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર કરવો તે તપ છે. માત્ર કાયક્લેશ સૌમ્યતારહિત તપ મોક્ષમાર્ગને અનુરૂપ નથી. શ્રાવકે યથાશક્તિ ફ્લેચ્છારહિત તપ કરવું જોઈએ. તપ મનુષ્યગતિમાં જ સંભવ છે.
૧૦૩
તપના બે ભેદ મુખ્ય છે. ૧. બાહ્ય તપ. પુણ્યબંધનું કારણ છે. ૨. અત્યંત૨ તપ. નિર્જરાનું કારણ છે. બંને તપનો સમન્વય જરૂરી છે. બાહ્ય તપ ઃ અનશન, ઉણોદરી
For Private & Personal Use Only
www.jainelibrary.org