________________
અવનકલ્પ
ચ્યવનકલ્પ : દર્શન, જ્ઞાન, ચારિત્રોના અતિચારોને દૂર કરવાનો કલ્પ. શ્રુતવન ઃ ગિરનારમાં
આવેલું
સહસ્રામવન.
ચ્યુતિ ઃ પતન, ખામી, ભૂલ. ચૌર્યાસીલાખ યોનિઃ જીવોને ઉત્પન્ન થવાનાં જુદાં જુદાં સ્થાનો.
D
છ જીવનીકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ જીવોના છ પ્રકાર.
છત્રઃ ચક્રવર્તીનું એક રત્ન. છત્રત્રય તીર્થંકર ભગવાનનું એક પ્રાતિહાર્ય. (ત્રણ છત્ર) સાંસારિક રીતે માતાપિતાનો આધાર છત્ર ગણાય. મોક્ષમાર્ગ જવા પરમાત્મા છત્રરૂપ મનાય.
છદ્મ : જ્ઞાનાવરણ-દર્શનાવરણ છવ કહેવાય, (સંસા૨નું કારણ)
આવરણ.
છદ્મસ્થ : જ્ઞાનાવરણ-દર્શનાવરણવાળો. જીવ છદ્મસ્થ કહેવાય. કર્મવશ સંસારમાં રહેવાવાળો જીત સંસારસ્થ છદ્મસ્થ કહેવાય આવરણસહિત.
-
છદ્મસ્થના બે પ્રકાર
૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદૃષ્ટિ, ૧. સરાગ સમ્યષ્ટિ છદ્મસ્થ ૪થી. ૧૦ ગુણસ્થાન સુધી.
Jain Education International
૯૪
જૈન સૈદ્ધાંતિક
વીતરાગ છદ્મસ્થ ૧૧ અને ૧૨ ગુણસ્થાન સુધી. (૧૧ ઉપશાંત કષાય અને ૧૨ ક્ષીણકષાય) ત્યાર પછી કર્મોના અભાવનો અંતર્મુહૂર્ત કાલ કૃતકૃત્ય છદ્મસ્થ કહેવાય. છલ : (કપટ, માયા, પ્રપંચ) અન્યના વચનમાં અર્થાત૨ કરી દોષ દેવો, વચનછલ. કોઈ વસ્તુની સંભાવના હોય તેને સામાન્ય નિયમ બનાવી અન્યને હલકો પાડવો સામાન્ય છલ. ઉપચાર કથન પર કટાક્ષ કરવો. જેમકે રાજાના મરણથી નગ૨ ૨ડી રહ્યું છે. તેનો નિષેધ ક૨વો, હાસ્ય કરવું. નગર કંઈ રડે ? નગરના લોકો રડી રહ્યા છે. તેમ અર્થ કરવો જોઈએ. છવિચ્છેદ : પ્રાણીઓનાં અંગો કે
ચામડી કાપવી. ખસી કરવી. હિંસાયુક્ત કાર્ય છે. દયાભાવથી કરવું પડે તે અનુકંપા છે. વિચ્છેદ વિધિ : કોઈ વ્યાધિ કે વિકારમાં અંગચ્છેક દયાપૂર્વક કરવો પડે છવિચ્છેદવિધિ. છહઢાલા : દિ. આ.નો તાત્ત્વિક ગ્રંથ. છંદ : કાવ્યરચના, શ્લોક, પદ. છાયા : પ્રકાશના આવરણથી
શરીરાદિની છાયા હોય છે. દર્પણાદિ સ્વચ્છ દ્રવ્યોમાં મુખાદિકનું પ્રતિબિંબ પડવું. છૂઆછૂતઃ સૂતકનો એક નિયમ,
For Private & Personal Use Only
www.jainelibrary.org