________________
ચિત્પ્રકાશ
લક્ષણ સ્વસંવેદન છે. હિતાહિતનો વિચાર કરવાવાળું ચિત્ત છે. ચિત્પ્રકાશ : અંતરચિત્પ્રકાશ દર્શન છે. બાહ્યચિત્પ્રકાશ જ્ઞાન છે. ચિત્ર : ચિત્તનું રક્ષણ કરે તે. ચિત્ર અનેક પદાર્થોની આકૃતિ. ચિન્મય ચિમય આત્મા, ચેતનમય
આત્મા.
ચિંતા ઃ ચિન્તન કરવું તે. અંતઃકરણની વૃત્તિઓનું પદાર્થોમાં પ્રવૃત્ત થવું. મતિજ્ઞાનનો એક ભેદ છે. વ્યવહારમાં ચિંતા એ ઉપાધિજન્ય છે. એથી ચિંતા અને ચિંતનમાં (ધ્યાનમાં) અંતર છે. ચિંતા અશુભ પરિણામ છે. શુદ્ધિ વિષયક ચિંતન શુભ પરિણામ છે.
ચૂલિકા : સર્વ અથવા અમુક અનુયોગ દ્વારોથી સૂચિત અર્થોની વિશેષ પ્રરૂપણા થાય તે. આગળના પદ કે શ્લોકની પૂર્તિ કરે. જેમ કે પંચપરમેષ્ઠી મંત્રની પાછળ ચાર પદથી જે પૂર્તિ કરી છે. તેમાં મંત્રનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે તે ચૂલિકા છે.
ચેતના :
સ્વસંવેદનરૂપે અંતરંગ પ્રકાશસ્વરૂપ ભાવવિશેષને ચેતના કહે છે. ૧. શુદ્ધ ચેતના, ૨. અશુદ્ધ ચેતના, યદ્યપિ ચેતના મૂળ સ્વરૂપે એક પ્રકારે શુદ્ધ છે, પરંતુ જીવના શુદ્ધાશુદ્ધ પરિણામને કારણે બે
Jain Education International
૯૨
જૈન સૈદ્ધાંતિક
ભેદ છે.
શુદ્ધ ચેતના : જ્ઞાનચેતના – જ્ઞાની અથવા વીતરાગી જીવોના જ્ઞાતાદ્રષ્ટારૂપ ભાવ પદાર્થોને જાણે પણ ઇષ્ટાનિષ્ટ ભાવ ન કરે, કર્મબંધ તથા કર્મળને જાણે. જ્ઞાનમાત્રને જાણે છે, તેથી તે જ્ઞાનચેતના છે. અશુદ્ધ ચેતના બે પ્રકારે છે. મિથ્યાત્વોદય રહિત સમ્યજ્ઞાન યુક્ત ચેતના જ્ઞાનચેતના છે. ૧. કર્મચેતના. ૨. કર્મફળ ચેતના. કર્મચેતના : ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિપૂર્વક ૫૨૫દાર્થોમાં કર્તાપણે અહંકારસહિત જાણવું. તે કર્મચેતના, ૨. ઇન્દ્રિયજન્ય વિષયોમાં સુખ દુઃખના ભાવથી તન્મય થવું તે કર્મફળ ચેતના. મારી પાસે અમુક ધન છે તેનો ઇષ્ટ બુદ્ધિથી અહંકાર કરવો તે કર્મચેતના. તે ધનપ્રાપ્તિ વડે હું સુખી છું તે કર્મફળચેતના. સંસારી જીવમાત્રમાં મુખ્યતઃ બંને ચેતના હોય છે. પરંતુ અસંશી જીવોને બુદ્ધિનો વિકાસ ન હોવાથી કેવળ સુખદુ:ખ ભોગવે છે તેથી તેમને કર્મફળચેતના છે.
આત્મા જે શક્તિના સાન્નિધ્યથી જ્ઞાતા-દ્રષ્ટા કે કર્તા-ભોક્તા થાય છે તે ચેતના છે, જે જીવનો સ્વભાવ છે. જગતના પદાર્થો સામાન્ય તથા
For Private & Personal Use Only
www.jainelibrary.org