________________
ગુણસંક્રમણ
પરમાણુઓની ઉદય સમયથી અસંખ્યાત ગુણાકાર કર્મદલિકની રચના કરવી.
૮૪
:
અલ્પ
ગુણસંક્રમણ : અશુભ કર્મોની સ્થિતિ તથા રસઘાત થઈ શુભકર્મોની સ્થિતિની વૃદ્ધિ થાય. ગુણસ્થાન મોહ તથા મન-વચનકાયાની પ્રવૃત્તિને કારણે જીવના અંતરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થતી હાનિ-વૃદ્ધિનું નામ ગુણસ્થાન છે. સમ્યગ્દર્શનાદિ આત્માના ગુણોની તારતમ્યરૂપ અવસ્થાવિશેષ તે ગુણસ્થાન. સામાન્ય વીતરાગ પરિણામથી માંડીને ઉત્કૃષ્ટ પરિણામોની વૃદ્ધિના ક્રમને અનુભૂત કરવાની ૧૪ શ્રેણિઓ છે તે ગુણસ્થાન કહેવાય છે. સાધકના અંતરંગ પ્રબલ પુરુષાર્થ દ્વારા પોતાના પરિણામોની વૃદ્ધિની શુદ્ધિ થવાથી કર્મ સંસ્કારો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે. અંતે સર્વકર્મોનો ક્ષય થતાં મોક્ષ થાય છે. દર્શનમોહનીયાદિ કર્મોના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ અવસ્થાઓથી ઉત્પન્ન થતા ભાવોથી જીવની જે અવસ્થા થાય તે ગુણસ્થાન છે. તેના ચૌદ ભેદ છે. ૧. મિથ્યાદૃષ્ટિ, ૨. સાસાદનસમ્યગ્દષ્ટિ, ૩. મિશ્ર સમ્યગ્
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
મિથ્યાદૃષ્ટિ, ૪. અવિરતિ (અસંયત) સમ્યગદૃષ્ટિ, ૫. દેશવિરતિ-સંયતાસંયત, ૬. પ્રમત્ત સંયત, (વિરત), ૭. અપમત્ત સંયત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ કરણ (બાદર સામ્પરાય), ૧૦. સૂક્ષ્મસામ્પરાય, ૧૧. ઉપશાંત કષાયવીતરાગ છદ્મસ્થ, ૧૨. ક્ષીણકષાય વીતરાગ છદ્મસ્થ, ૧૩. સયોગી કેવળી, ૧૪, અયોગી કેવળી. આ ગુણસ્થાનમાંથી ૧થી ૩ અને ૧૧, મોક્ષને પ્રયોજનભૂત નથી. ૪થી ૧૦, ૧૨, ૧૩, ૧૪ મોક્ષને પ્રયોજનભૂત છે. જીવની અવસ્થાઓને કારણે ૧૪ ભેદ છે. ગુણહાનિ ષટગુણ હાનિવૃદ્ધિ છે. અનંત, અસંખ્ય અને સંખ્યાત ગુણવૃદ્ધિ. સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ હાનિ. ગુણાકારરૂપ ઉત્તરોઉત્તર વધે તે ગુણવૃધ્ધિ. હીન હીન પરમાણુ પ્રાપ્ત થાય તે ભાગ હાનિ.
ગુણાકાર : (ગુણન, ગુણા, ગુણ્ય) એક રાશિ (અંક) સાથે અન્ય રાશિનો ગુણાકાર.
ગુણાધિક સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે ગુણાધિક, ગુણોની વિશેષતા.
ગુણાનુરાગી : અન્યના ગુણ પર
For Private & Personal Use Only
www.jainelibrary.org