________________
आगम सद्दकोसो-(सुत्तंकसहिओ)
સંસ્કૃત અર્થ આપેલ નથી. એ જ રીતે જ્યાં ગુજરાતી અર્થ ઉપરના શબ્દ પ્રમાણે જ હોય ત્યાં જુઓ- “ઉપર” એમ લખેલ છે. ગુજરાતી અર્થ અને નીચે આપેલ સંદર્ભ સ્થળ બંનેને અલગ-અલગ રૂપે જ વિચારવા. અર્થાત્ જે સંદર્ભસ્થળનો નિર્દેશ છે તે તમામ ગુજરાતી અર્થોને લાગુ પડશે નહીં. અને બધાં જ ગુજરાતી અર્થો બધાં જ સંદર્ભસ્થળોએ પ્રયોજાયેલ જોવા મળશે નહીં. શબ્દોના અર્થને “ડીક્ષનેરી”
રૂપે વાંચવા અને સંદર્ભ સ્થળોને શબ્દના સ્થાન રૂપે જાણવા પ- “સંદર્ભ સ્થળ” નિર્દેશ પણ ૪૫- આગમના ક્રમાનુસાર જ કરેલ છે.
જેથી ક્રમાનુસાર સંદર્ભપુસ્તક જોવા સહેલા બને. શબ્દના અનુક્રમ અને
સંદર્ભના અનુક્રમ બંનેની સાચવણી આજ પર્યત પૂર્વે કોઈએ કરેલ નથી. O કોશ માટે આધારભૂત આગમ અને તેનું મહત્વ - પ્રસ્તુત કોસનો ઉપયોગ કરવા માટે અમારા પ્રકાશીત કામસુત્ત-મૂનં અથવા કામસુત્તળિ-સટીઇજોવા. કેમકે આ કોસમાં પ્રયોજાયેલ ક્રમાંક અમારા ઉક્ત પ્રકાશનોને આધારે જ નોંધેલ છે.
એક જ પ્રકાશન સંસ્થા કે વ્યક્તિ દ્વારા કાર્ય થયું હોય તેવા મૂળ – આગમો, આગમ અનુવાદ, આગમ સટીક, આગમ વિષયક્રમ આદિ માત્ર અમારા જ છે. જેથી અભ્યાસકને સંદર્ભ જોવા માટે વિવિધ પ્રકાશકોના આગમોને ફેંદવા પડશે નહીં. કામ શ્રુતપ્રકાશનના આગમના સેટમાંથી સર્વસંદર્ભોને નિર્દિષ્ટ સ્થળે જોઈ શકાશે.
વળી– શ્રુત સ્કંઘ – અધ્યયન આદિ ક્યું ચાલે છે તે શોધવાની જરૂર જ નહીં પડે. તમે માત્ર અહીં આપેલ ક્રમાંકને જે – તે આગમમાં શોધો અને તમને તમારો
અપેક્ષિત શબ્દ મળી જશે. O સમાન-અર્થવાળા શબ્દોનું સ્થાન - મૂળ આગમોમાંજ સામાન્ય વર્ણાન્તરવાળા સમાનાર્થી શબ્દોનું અસ્તિત્વ છે. જેમકે નહીં-ના, -દલ્હા -દય વગેરે તેથી આવા શબ્દોને પ્રસ્તુત કોસમાં સ્થાન આપવું જરૂરી બનેલ છે. O આગમ સદ્દકોસ વિભાજન – પ્રસ્તુત કોસમાં ૪૬૦૦૦ જેટલા શબ્દો,
૩૭૫૦૦૦ જેટલા સંદર્ભ સહિત સંગ્રહિત થયા ત્યારે પહેલા તો એક જ દળદાર પુસ્તક બનાવવા ઇચ્છા થયેલી, પણ મોટુંકદ થવાથી અભ્યાસકે વાંચનમાં, બાઈન્ડીંગ અને ટકાઉપણામાં સમસ્યા આવવા સંભવ છે. તેથી અનિચ્છાએ આ કોસને ચાર ખંડોમાં વિભાજીત કરવો પડેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org