________________
આવ્યું છે કે સામાન્ય રીતે દરેક લેખકને એક જ નિબંધ લેવામાં આવે. ગુછ-૧ લા અને ગુચ્છ-૨ જાના પ્રકાશન વખતે આવો જ નિયમ રાખવામાં આવ્યો હતો. એક રીતે આ નિયમ ઈષ્ટ છે, કારણ કે આવા પ્રકાશનેમાં ખર્ચ ઠીક ઠીક થતો હોય છે અને વળતરની ખાસ અપેક્ષા હોતી નથી.
એથી સાત સુધીના જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધમાંથી પણ કેટલાક એવા છે કે જે ગ્રંથસ્થરૂપે છાપી શકાય એવા છે અને ગુચ્છની અંદર સ્થાન પામી શકે એવા છે. વળી આઠમાથી બારમા સુધીના પાંચ જેન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ પસંદગી કરવાને ઠીક ઠીક અવકાશ રહે છે. આમ છતાં પ્રત્યેક ગુરમાં દરેક લેખકનો ફક્ત એક જ નિબંધ પ્રકાશિત કરવા માટે લેવાનું ધોરણ ચાલુ રાખ્યું છે.
જૈન સાહિત્ય સમારોહ માટે આવતા બધા જ નિબંધેનું ધોરણ એક સરખું ઉચ્ચ નથી હતું. તેમ છતાં પ્રકાશિત કરવા યોગ્ય નિબંધેની સંખ્યાનું પ્રમાણ ઠીક ઠીક સારું રહે છે. એ ઘણું મટી આશા જન્માવે છે.
આ ગુછ-૩માં સમારોહના અહેવાલની સંખ્યાનું પ્રમાણ સહેજ વધારે હોવાથી નિબંધોની સંખ્યા થોડી મર્યાદિત રાખવી પડી છે. તેમ છતાં શક્ય તેટલા વધુ લેખોને સ્થાન આપવાને પ્રયાસ કર્યો છે.
આ ગ્રંથમાં જૈન સાહિત્ય સમારોહના લેખોમાંથી પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખે પૈકી કેટલાક લેખે અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખો અતિ સંક્ષિપ્ત–માત્ર નોંધ રૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખે લેખકો પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org