________________
નવમે જૈન સાહિત્ય સમારોહ
૨૭
માટે સામાયિક જેવી ક્રિયાઓનું અને દિવસ તથા રાત્રે લાગેલા દેના પ્રાયશ્ચિતરૂપે દેવસી અને રાઈ પ્રતિક્રમણનું જૈનધર્મમાં ભારે મહત્વ છે. રાજમાર્ગ : શ્રીમદ્ રાજચંદ્ર પ્રકાશિત વિતરાગ માગ :
શ્રી ગોવિંદજી જીવરાજ ડાયાએ આ વિષય પર બેલતાં જણાવ્યું હતું કે આજના કપરા કાળમાં શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત તત્વચિ તન અધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ માટે પરમ શાંતિરૂપ ગણાવી શકાય. આ યુગપુરુષનું કથન, કવન અને કલાપૂર્ણ તત્વ વિષ ભવદુઃખને દૂર કરવાનું સામર્થ્ય ધરાવે છે. કષાયો :
શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર બોલતા જણાવ્યું હતું કે જેનધર્મમાં આત્માને વિકાસ અટકાવનારા અને ભવબંધનને વધારનારા ચાર કષાયે દર્શાવવામાં આવ્યા છે. તે છે કોધ, માન, માયા અને લેભ, ક્રોધ દ્વારા પ્રીતિ, માન દ્વારા વિનય અને માયા દ્વારા મૈત્રીને નાશ થાય છે. જ્યારે લોભ જીવનમાં સર્વનાશ સર્જે છે. આમ કોધથી મગજનો તીવ્ર ઉકળાટ, અહંકારથી સત્તા વૈભવને નિરંકુશ દેખાવ, માયાથી સેવાતો ખોટો દંભ અને લેભથી કરવી પડતી
જીવનની વેઠ પર આ ભવના સંતાપને અને પરભવના દુઃખને વિચાર કરવાની જરૂર છે. મનુષ્ય જીવનની સાર્થકતા :
તત્વજ્ઞાન વિભાગની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વિદ્વતાપૂર્ણ પ્રવચન આપતા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મિત્રાનંદસૂરિશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે સમ્યમ્ દર્શનથી શુદ્ધ એવું જ્ઞાન અને ચારિત્ર એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. શ્રમણ ભગવાન મહાવીરે જગતને અદ્દભુત તત્વજ્ઞાનને પ્રકાશ આપ્યો છે. જેમ જગતના પદાર્થો ઉત્પન્નશીલ છે તેમ નાશવંત, અસ્થિર અને વિનાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org