________________
નવમે જૈન સાહિત્ય સમારોહ
આપણું ધર્મ-સંસ્કાર ટકી રહે તે માટે પંડિત-વિદ્વાને તૈયાર કરી ત્યાં મેકલવા પડશે. જેની સાહિત્ય સમારોહ દ્વારા આ કાર્ય થઈ શકશે તે આ યુગનું એક શકવતી કાર્ય થયું ગણાશે. ભગવાન મહાવીરનો સંદેશ :
જૈન આગમ ના પ્રકાંડ વિદ્વાન પૂ. મુનિવર્ય શ્રી વિજય મહારાજે પોતાના વિદ્વત્તાપૂર્ણ ઉદ્દઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે શ્રમણ ભગવાન મહાવીર જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં ત્રણ મુદ્દા પર દેશના આપતા હતા : (૧) જગતના જીવો બંધાય છે કેવી રીતે ? (૨) જગતના જીવોને કેવા કર્મો ભોગવવા પડે છે ? અને (૩) જગતના જીવોને તેમાંથી કેવી રીતે છુટકારો થઈ શકે ? પરમાત્માની આજ્ઞા મુજબ આ ત્રણે વાતનું રહસ્ય પામીને જે જીવો ધર્મરત રહે છે તે અવશ્ય ભવદુઃખને ટાળે છે. આજે આપણે દેશ માંથી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું અધ્યયન લુપ્ત થતું જાય છે. આપણા સાહિત્યને મૂળ ખજાને સંસ્કૃત અને પ્રાકૃતમાં છે. એટલે આપણે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન તરફ દુર્લક્ષ સેવીશું તે ભવિષ્યમાં આપણું એ અમૂલ્ય જ્ઞાનવારસાને સાચવી શકીશું નહિ. શાસ્ત્રવિશારદ વિજયધર્મસૂરિજી મહારાજે એ દિશામાં સારું કાર્ય કર્યું હતું અને તેમના સુપ્રયત્નોથી સમાજને પં. હરગોવિંદદાસ, પં. સુખલાલજી અને પં. બેચરદાસજી જેવા પ્રકાંડ પંડિતની ભેટ મળી હતી. મારી એક ભાવના છે કે શિવપુરીની સુષુપ્ત પડેલી પાઠશાળાને અહીં પાલિતાણું લાવવામાં આવે અને શિવપુરીની જેમ જ અહીં પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ઉત્તમ કેટિન જ્ઞાનાભ્યાસ કરાવાય તો વર્તમાન સમયનું એક આવશ્યક ઉત્તમ કાર્ય થશે. અહીં સિદ્ધક્ષેત્ર-પાલિતાણમાં આજે બધી રીતની સાનુકૂળતા છે અને તેથી જ આ સૂચન પર વિચાર કરવા જેવો છે. આપ નું જ્ઞાનભંડારોમાં આજે ૧૫ લાખથીય વધારે હસ્તપ્રતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org