________________
૨૬
જૈન સાહિત્ય સમારોહ-મુછ ૩
સમાવેશ કરવામાં આવે છે. મૂર્તિનું આલંબન ભક્તિમાં અનન્ય પ્રેરક નીવડે છે. વિવિધ રીતે પ્રભુ પૂજા કરવાની વિધિમાં અષ્ટ પ્રકારી પૂજા પ્રથમ કોટિની ગણાય છે.
- અષ્ટ પ્રકારી પૂજા: પ્રભુની જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફળ એમ આઠ દ્રવ્યથી ભક્તિભાવપૂર્વક પૂજ કરવામાં આવે છે. - પૂજા, દુહા, ઢાળ અથવા ગીત, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દુહામાં અષ્ટપ્રકારી પૂજાને સંક્ષિપ્ત ઉલ્લેખ કરવાની સાથે પરંપરાગત રીતે ઈષ્ટદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે.
પ્રભુ પૂજા બે વિભાગમાં વહેચાયેલી છે. અંગ અને અગ્ર. તેને ઉલ્લેખ નીચેના દુહામાં થયેલ છે.
પૂજા અષ્ટ પ્રકારની, અંગ તીન ચિત્તધાર, અમ પંચ મન મેસે, કરિ તરિકે સંસાર,
ભક્તિકાવ્યોમાં ગેયતા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કવિ પિતે શાસ્ત્રીય સંગીતના તજજ્ઞ હોવાથી વિવિધ શાસ્ત્રીય રાગનો પ્રયોગ કરીને પૂજા રચી છે. અષ્ટ પ્રકારી પૂજામાં માલકોશ, જયજયવંતી, ધન્યાશ્રી, કલિંગડા, પીલુ, ખમાચકા, તિલાના, સિંધકારી, ભરવી, ડુમરા, જંગલી, રેવતા રાગને પ્રયાગ થયેલે છે. કળશની રચના એ પૂજાની પૂર્ણતાનું સૂચન કરે છે. તેમાં પૂજાનું ફળ, ગુરુ પરંપરા, રચનાવર્ષ, સ્થળ અને કવિ નામનો ઉલ્લેખ થયેલો છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી નીચે મુજબ નોંધાયેલી છે?
શ્રી ગુરુ વૃદ્ધિ વિજય મહારાજા કુમતિ કુપંથ નિકંદી ૮ શિખ જુગ અંક ઇંદુ શુભ વરસે પાલિતાણા સુરગી એ હે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org