________________
કવિ સહજ સુંદરકૃત “ગુણરત્નાકર છંદ'
૧૮૩
કવિને વિશેષ રસ છે રાજ્યનું તેડું આવતાં યૂલિભદ્રની માનસિક વિમાસણના ચિત્રાલેખનમાં. સ્થૂલિભદ્રને વૈરાગ્ય, કોશાને પીંખાયેલો મનમાળે, એની વિરહદશા આ વર્ષમાં ત્રીજે અધિકાર રોકાય છે.
ચોથે અધિકાર ચોમાસું ગાળવા આવેલા સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોશાના પ્રયાસના ચિત્રવર્ણનમાં રોકાય છે. છેવટે
સ્થૂલિભદ્રને કેશાને બોધ અને કેશાનું હદય પરિવર્તન-ત્યાં કૃતિ સમાપ્ત થાય છે.
આંતરપ્રાસ, અત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, રવાનુસારી શબ્દપ્રયોજના ચારણ છટાવાળો લયહિરલેળ અને કવચિત કંઠયવાઘ સંગીતની સૂરાવલિ-આ બધામાંથી એક વિશિષ્ટ નાદસંગીત નીપજે છે. કેટલાયે વર્ણને અહીં સંગીતબદ્ધ બની આપણને વિશિષ્ટ લયપ્રવાહમાં ખેંચી જાય છે.
પ્રથમ અધિકારમાં સરસ્વતીની પ્રશસ્તિ સાંભળશે : “ધમધમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણુરણતય, કરિ ચૂડિ રણતિ હિ દિખઈ, તુહ સિંગાર કીઉં સહ ઊપઈ.” કવિ સ્થૂલિભદ્ર પ્રશસ્તિ આ શબ્દોમાં કરે છે? “ગુણોલ લોલ કલોલ કરતિ ચપલ ચિહું દિસ હિંસએ,” ઝલહલઈ સિરિ સુહ ઝાણુ, સીકરિ શીલભૂષણ દીસએ.”
પાટલીપુત્ર નગરીનું વર્ણન ચિત્રાત્મક બન્યું છે. પાડલપુરનાં પ્રજાજને, એની પૌષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરફૂપ આદિ જળાશ, એના રાજવી અને મંત્રી આ બધી વિગતોને સમાવી લેતું પ્રાસયુક્ત નગરવર્ણન કવિએ કર્યું છે. એમાં કયાંક ક્યાંક કવિ શબ્દચાતુરીભર્યો ચમકપ્રયોગ પણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org