________________
૧૬૦
જૈન સાહિત્ય સમારોહ-ગુચછ
શીતયુગ વ્યાપી જાય કે આજને આપણે એક નહીં, પણ આવા એકસે સૂર્ય પણ એની ઠંડીને ફેડી શકશે નહીં.
આ પરિસ્થિતિમાં મેકિસમ ગોકીના જીવનની એક ઘટના યાદ આવે છે. રશિયાના ગામડાઓમાં જઈને ગોકી વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતો હતો. એ કહે કે વિજ્ઞાનને પરિણામે માનવી ઊડી શકે છે, દરિયાના તળિયે ખાંખાખોળા કરી શકે છે, મોટું ખેતર એ પળવારમાં ખેડી શકે છે. એક નાનકડા ગામમાં મેકિસમ ગોકી વિજ્ઞાનની અદ્ભુત સિદ્ધિ વિશે પ્રવચન આપતો હતો ત્યારે એક વૃદ્ધ પુરુષે પૂછ્યું :
તમે માનવીને આકાશમાં ઊડતા અને દરિયાના તળિયે પહોંચતાં કેમ આવડવું તે બતાવ્યું. પણ આપણને આ દુનિયામાં ધરતી પર માનવીને કેમ રહેવું એ આવડતું નથી તેનું શું ?
વૃદ્ધને પ્રશ્ન સાચો અને માર્મિક હતો. ધરતી પર માનવીને કેમ રહેવું તે શીખવવું એ જ પ્રત્યેક ધર્મનું હાદ છે. આથી જ ઘાતે : અર્થાત્ જેનાથી આપણે સારી રીતે જીવન જીવી શકીએ તે ધમ.
આજે તે માનવીએ વિનાશક અણુશસ્ત્રો સજીને ભસ્માસુરને જગાડ્યો છે, જે ભસ્માસૂર ખુદ માનવજાતિને જ સ્વાહા કરી જાય તે છે. સ્ટારવોર્સ જગતને ઘેરીને બેઠી છે. આવતી કાલે ટેક, રેકેટ કે બોંબ નકામાં બની જશે. ઝેરી વાયુ કે માનસ–પ્રભાવ કરતાં યુદ્ધો ખેલાશે. શાસ્ત્રોનાં રૂપ બદલાય છે, પણ માનવીની હિંસકવૃત્તિમાં તે વધુ ને વધુ ધી હોમાય છે. આથી જ માનવજાત આજે બુદ્ધ, મહાવીર, ઈશુ કે ગાંધી તરફ આશાભરી મીટ માંડીને બેઠી છે.
આવે સમયે ફ્રેંચ નવલકથાકાર વિકટરયુગના શબ્દો યાદ આવે છે. વિશ્વનાં તમામ લશ્કરી કરતાં એક વસ્તુ બળવાન છે અને તે છે સવેળાને વિચાર.’. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org