________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાર્ય
૧૪૧
મેહનભાઈએ પારિભાષિક શબ્દો, વ્યક્તિનામ, ગ્રંથનામે, કૃતિના, સ્થળનામે, સંસ્થાના વગેરેની વિસ્તૃત વર્ણનુક્રમણું જોડી છે. અંગ્રેજી પુસ્તક મેહનભાઈનું સ્વતંત્ર પ્રકાશન છે. મોહનભાઈ પતે દર્શનશાસ્ત્રના માણસ નથી તેથી દાર્શનિક વિષય સાથેની એમની મથામણ તરીકે આ પુસ્તક ધ્યાનપાત્ર છે.
યશોવિજયજીકૃત “સમ્યક્ત્વના ૬૭ બેલની સઝાયમાં પણ હસ્તપ્રતનો આધાર લીધાની કોઈ માહિતી નથી. પરંતુ આ પુસ્તકની વિશિષ્ટતા તે સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ કૃતિને વિષયાનુરૂપ ખંડવિભાજન, દરેક ખંડને શીર્ષક, સમજૂતી સાથેને ગદ્યાનુવાદ, ટિપ્પણ વગેરેથી સુગમસમૃદ્ધ કરી છે તેમાં છે. આ કૃતિનું શાસ્ત્રીય સંપાદન પછીથી યશોવિજયજીકૃત ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૧માં મળે છે.
જૈન કાવ્યપ્રવેશ” એક શૈક્ષણિક સંપાદન છે. એમાં બહુધા સ્તવન-સઝાય-પદ પ્રકારની લધુ કૃતિઓ છે, પણ તે ઉપરાંત થોડીક છત્રીસીઓ ને “સમ્યક્ત્વના સડસઠ બેલની સઝાય” જેવી કોઈ લાંબી કૃતિને પણ સમાવેશ થયો છે. સંપાદનનું પ્રયોજન ધાર્મિક શિક્ષણની અંગભૂત કૃતિઓને સંચય કરવાનું છે એટલે ગદ્યાનુવાદ, સમજૂતી, માહિતી ને શિક્ષકને માર્ગદર્શન એમાં જોડાયાં છે. દષ્ટાંતકથાઓ આપવામાં આવી છે વ્ય કયા રાગમાં ગવાશે એની નેંધ પણ છે. શિક્ષક કથાઓ કહી શકે તે માટે થાસ્ત્રોની યાદી પણ આપી છે.
પુસ્તકમાં આગળ કોન્ફરન્સ તૈયાર કરાવેલ ધાર્મિક શિક્ષણનો કમ આખાયે આપવામાં આવ્યો છે તે એમાંની વિશાળ દષ્ટિને કારણે લક્ષ ખેંચે એવો છે. કથાઓ માટે મોહનભાઈ પિતાના ટિપ્પણમાં ઈસપની વાત” “પંચતંત્ર' બાળવાર્તા” "સુબોધક નીતિથી” “ઈન્ડિયન ફેરી ટેઈસ” વગેરેની તથા અનેક મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને જૈન કથાઝની ભલામણ કરે છે તેમાં એમણે આ વિષયને કેવી વિશાળ દષ્ટિથી ને ઊંડે વિચાર કરેલો છે એ દેખાઈ આવે છે. પંચતંત્ર
dain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org