________________
સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈનું સાહિત્યકા
આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઈક્લોપીડિક) વૃત્તિ જ કહેવી જોઈએ
સામાયિકસૂત્રપાઠ તે પાંચ પનામાં સમાય એ. એના વિશે ૩૦૦ પાનાંનું પુસ્તક હેય એવું કોણ માને ? પણ મેહનભાઈ સૂત્રોના શબ્દો જયાં સુધી લઈ જઈ શકે ત્યાં સુધી જાય – એની સઘળી પરિભાષાઓ સ્પષ્ટ કરે, તાત્પર્યાળે ઉકેલે, જરૂરી સઘળો નીતિવિચાર અને તત્વવિચાર પૂરે પડે. એ આટલું જ ન અટકે. “સામયિકવિચાર’ નામનો ૧૪૦ પાનાં સુધી વિસ્તરત ભૂમિકા–ખંડ પણ મૂકે જેમાં સામયિકનાં સ્વરૂપ, સ્થાન, લક્ષણ, પ્રકારે, ઉપકરણે, પ્રજને, માહાસ્ય કે ફલસિદ્ધિની વિચારણા હેય. સામયિક વિશે પૂર્વે જે કંઈ વિચારાયું હોય તે મોહનભાઈ સંગ્રહીત કરી લે ને આમ એમનું લખાણ વિસ્તરતું જાય
“ભાનુચન્દ્રગ ચરિત'ના સંપાદનમાં, ચરિત્રનાયક જહાંગીરના સંબધમાં આવેલા તેથી મેગલ દરબારો સુધી પહોંચેલા જૈન મુનિઓની માહિતી જોડવામાં આવે, ભાનુચન્દ્રની શિષ્ય પરંપરા આપવામાં આવે, એમની તથા એમના ચરિત્રલેખક ને શિષ્ય સિદ્ધિચન્દ્રની કૃતિઓની માહિતી પૂરી પાડવામાં આવે એ તો બધું વિષયાનુરૂપ જ ગણાય. પરંતુ ગુરુશિષ્યની કૃતિઓની પ્રશસ્તિઓ ઉતારવામાં આવે ને જે સુભાષિત સંગ્રહમાં સિદ્ધિચન્દ્રના કેટલાંક સુભાષિતે મળે છે એ આ ખા સુભાષિત-સંગ્રહનો વીગતે પરિચય નોંધવામાં આવે એને મેહનભાઈની લોભી વૃત્તિનું જ પરિણામ લેખવું પડે.
મોહનભાઈની સર્વસંગ્રાહક વૃત્તિને અદ્ભુત દાખલે તો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા આ ગ્રંથનાં પાનાં ૧૧૦૦ જેટલાં છે ને “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગમાં પ્રસ્તાવના તરીકે મૂક્વા ધારેલે લેખ (૨૦૦-૩૦૦ પાનાં ધાર્યા હોય; પહેલા ભાગમાં એવડો પ્રસ્તાવના લેખ છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org