________________
અનેકાંતદર્શનનું સામાન્ય સવરૂપ છે. એકબીજાના દાર્શનિક સિદ્ધાંતનું પ્રામાણ્ય સિદ્ધ કરવા અનેક વાદ પણ રચાયા છે. હજારો વર્ષથી આ થતું આવ્યું છે. પરંતુ આશ્ચર્ય તો એ થાય છે કે આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી જેવા જૂજ અપવાદ સિવાય ભાગ્યે જ કોઈએ પિતાના કુળકુળાગત મનાતા આવતા દર્શનની ત્રુટિઓ સ્વીકારી અન્ય દાર્શનિક સિદ્ધાંતોને સ્વીકાર કર્યો હોય. સર્વ પ્રાણીઓમાં વધુમાં વધુ બુદ્ધિશાળી ગણાતા. મનુ પણ સત્યને ઓળખી ના શકે તે કેવી વિચિત્રતા છે. સત્યમત નિયમો એક જ હોય છે જ્યારે અસત્ય મતો અનેક હોય છે. આમ છે તે પછી અનેક મતમતાન્તરોમાંથી માનવ સત્યને શિધીને સ્વીકારતા કેમ નથી ?
ઉપરોક્ત પ્રશ્નોની વિચારણા કરી આ વિચિત્ર વિશ્વના મૂળભૂત ઘટક દ્રવ્ય (Elementary substances) કર્યા છે, તેમનું સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપ કેવું છે, વળી વસ્તુમાત્રનું તથા પ્રકારનું પરિગમન કયાં કારણોથી થાય છે, ઇત્યાદિ સર્વને આગમાં પ્રધાન અનુભવ અને અનુમાન પ્રમાણુને આધાર લઈ સમ્યગદષ્ટિ
ગીમહાત્માઓએ સમ્યગ નિર્ણય કરી જે વિજ્ઞાન રચ્યું છે તેને જેને દર્શન દ્રવ્યાનુયોગ કહે છે. વળી એક જ વસ્તુના સ્વરૂપ સંબંધી દાર્શનિક વિસંવાદનું કારણ જણાવી તેનું નિરાકરણ કરે છે તે અનેકાંત સિદ્ધાંત જૈન દર્શનને મૌલિક સિદ્ધાંત છે. અન્ય સવ દર્શને જ્યારે એકાંતવાદી છે ત્યારે એક માત્ર જૈન દર્શન જ અનેકાંતવાદી છે. જૈન દર્શન એકાંત અનેકાંતવાદી નથી તે. સમજવું અત્યંત જરૂરી છે. ભિન્ન ભિન્ન એકાંત દર્શનને જેને દર્શનને અનેકાંત સિદ્ધાંત પિતાની વ્યાપક અનેકાંત દષ્ટિમાં યથાયોગ્ય સ્થાન પ્રદાન કરે છે. દષ્ટિનિરપેક્ષતા થકી નિરાધાર તે. એકાંતદશનોને નયસાપેક્ષતા બક્ષી સદ્ધર કરે છે, અનેકાંતની વિાળ સુષ્ટિનાં દર્શન કરાવી એકાંતના સંકુચિત ઢાંચામાં રંધાતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org