________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
પહ થતી રહે છે અને નિર્ણય કરી શક્યાં નથી આ સર્વેમાં બુદ્ધિની મંદતા કરતાં પણ પિતાની પૂર્વગ્રહીત માન્યતાઓને એકાંત આગ્રહ જ પ્રધાન કારણ હોય છે. પોતાને ઈષ્ટ એવા કોઈ એક દષ્ટિબિંદુપૂર્વક અર્થાત કોઈ એક દષ્ટિબિંદુની પક્ષપાતી બુદ્ધિથી ગ્રહીત વસ્તુ સ્વરૂપવિષયક પિતાની માન્યતા જ યથાર્થ છે તેવા અભિગ્રહમાં બંધિયાર બનેલી બુદ્ધિ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુઓપૂર્વક ઉપલબ્ધ વસ્તુનું સર્વાગી યાને અનેકાંતમય સ્વરૂપ પામી શકતી નથી, આવી રીતે આગ્રહમાં બુદ્ધિ બંધિયાર કયા હેતુઓથી થાય છે તેને ગંભીરતાપૂર્વક વિચાર કરવો જ રહ્યો.
બુદ્ધિ કઈ એક દષ્ટિબિંદુની પક્ષપાતી શા માટે બને છે?
: - અંતઃકરણ (હૃદય), મન અને બુદ્ધિને અધિષ્ઠાતા ચેતન. છે. તેમાં અંતઃકરણનો સીધે સંબંધ આત્મા સાથે છે તેથી તે. આત્માનુસારી છે, શ્રદ્ધાનુસારી છે; જ્યારે બુદ્ધિને આત્મા સાથે સંબંધ મનના માધ્યમ દ્વારા થાય છે, કારણ કે બુદ્ધિ મતાનુસારી છે અર્થાત બુદ્ધિને દિશા આપનાર મન છે. જે મન રાગ અને ઠેષના તીવ્ર સંસ્કારોથી લિપ્ત હોય છે તેવા મનથી દરવાતી બુદ્ધિ તીવ્ર રાગના ભૌતિક વિષયોની પક્ષપાતી બને છે અને તીવ્ર દેષના વિષયે પ્રતિ તેને અભિગમ તિરસ્કરણય બને છે. આવી બુદ્ધિ વસ્તુસ્વરૂપનું તટસ્થ ભાવે મૂલ્યાંકન કરી શકતી નથી તેથી તે વસ્તુસ્પર્શી (objective) નહિ પરંતુ પોતાની પક્ષપાતી બુદ્ધિથી વસ્તુને પિતાના ભૌતિક ચાને ઐહિક લાભાલાભની એકાંત દૃષ્ટિથી (subjective) જ મૂલવે છે આવા ભૌતિક વિષયોમાં. રાગને કામરાગ કહેવાય છે. ઈન્દ્રિયોના સ્પેશ, રસ, ગંધ, વર્ણા કંઈ પણ વિષયમાં રાગને કામરાગ કહેવાય છે બુદ્ધિને પક્ષપાતીબનાવવામાં નમિત્તભૂત રાગના અન્ય પ્રકારે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org