________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨
આજે દેશનાં જુદાં જુદાં મ્યુઝિયમોમાં તેમજ કલાપ્રેમીઓના સંગ્રહમાં પહેાંચી ગયાં છે પણ આ જગજાહેર વાતનું પગેરું પકડી યોગ્ય શિક્ષા કરાવવા માટે જૈનસંઘે શાં પગલાં લીધાં હતાં ? હજુ થોડાંક વર્ષ ઉપર સુંદર ચિત્રોવાળી, વિરલ ચિત્રવાળી કાષ્ઠપદિકાઓ - જે અગાઉ છપાઈ ચૂકેલી હતી – તે અમુક વ્યક્તિઓ દ્વારા વેચાઈ ગયાના સમાચાર આવ્યા છે.
ખેર, જે થઈ ગયું તે થઈ ગયું. હવે બેઠેલા પિપડા ઉખાડવાને આ પ્રયત્ન નથી આટલું યાદ દેવડાવવા પાછળ મારો આશય એક જ છેઃ શ્વેતામ્બર તેમજ દિગમ્બર સમાજ પોતાના ભંડારોની તેમજ મંદિરોની અને અમૂલ્ય પ્રતિમાઓની સંભાળ પાછળ વધુ ધ્યાન આપે. નવાં મંદિર બનાવવા પાછળ જે ધગશ હોય છે અને તીર્થોની માલિકીના ઝઘડા પાછળ જે ધગશ હેય છે તેને બદલે તેથી ઘણી વધુ ધગશ જનાને સુરક્ષિત રાખવા પાછળ હેવી જોઈએ. ભંડારોનું આ જ્ઞાનધન, કલા-ધન તેમજ મંદિરોનું શિલ્પ-ધન ચોરાઈ જાય તે આપણે આપણું ધાર્મિક ફરજ ચૂકીએ, એ બરાબર સમજી લેવું જરૂરી છે અને આ ચોરીનાં કૃમાં, ભંડારના આ “ધનને પચાવી પાડવામાં, પરત નહિ કરવામાં કે ચોરી જવામાં ગમે તેવી મોટી કે સબળ વ્યક્તિ હોય તો પણ તેની શરમ ન રાખવી જોઈએ. વ્યક્તિ કરતાં સંધવ્યવસ્થા મહાન છે.
થોડાંક વર્ષો ઉપર, લગભગ એક દાયકા પર, ભાવનગરમાં ઉત્સવ હતો. તે વખતે મને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હું જઈ શક્યો નહિ પણ ત્યારે મેં લેખી સૂચન મે કહ્યું હતું કે પ્રત્યેક દેરાસરની ધાતુપ્રતિમાઓને ફેટી લઈ તેને record બનાવવામાં આવે તે ફોટા પર ફોટો લીધાની તારીખ હય, પાછળ ફોટોગ્રાફરના સહીસિક્કા હેય, એટલે જે પ્રતિમા ચોરાય તે તેની માલિકી સાબિત કરી શકાય. આજે આટલાં વર્ષ બાદ ભારત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org