________________
૩૩૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ધુરાને ધારણ કરતા આ ધુરંધર અસાધારણ પ્રતિભાસંપન યુવાન આચાર્ય અપૂર્વ પુરુષાર્થથી વીતરાગ શાસનની સેવામાં જીવન સમર્પણ કર્યું. અમારું તે ગમે તે થાઓ, અમે ભલે થોડા ભવ વધારે વહેરી લઈશું, પણ આ સત્ય અહિંસાધર્મપ્રવર્તક પરમ લેકકલ્યાણકારી વીતરાગ શાસનની પ્રભાવના અવશ્ય થવી જ જોઈએ, એવી ઉદાત્ત ભાવનાથી તેમણે કાનુગ્રહમાં ઝંપલાવ્યું, અને લોકકલ્યાણાથે જીવન સમર્પણ કરી વીતરાગ શાસનના અનન્ય “જિસસ'નું કાર્ય કર્યું.
શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાસદ્ધિ – મંત્રસિદ્ધ પુરુષ હતા. ગુર્જરપતિ મહારાજા સિદ્ધરાજ આ મહાવિદ્યાસંપન પુરુષના ગાઢ સંપર્કમાં આવ્યા. એક વખત સિદ્ધરાજે આ જગતમાં કયા ધર્મ શ્રેષ્ઠ છે?— એવો સીધો પ્રશ્ન હેમચંદ્રાચાર્યને પૂછો. જવાબ હેમચંદ્ર શંખપુરાણ મધ્યેનું ચારિસંજીવની ચાર ન્યાયનું દષ્ટાંત આપ્યું અને તે પરથી ગર્ભિતપણે માર્મિક સૂચન કર્યું કે – હે રાજન! હે પુરુષષભ! જેમ તે વૃષભને ચરતાં ચરતાં સંજીવની ઔષધિ મળી ગઈ, તેમ તમે પણ જે સત્યતવંગવેષકપણે તમારી વિવેકબુદ્ધિને કોઈ પણ પૂર્વગ્રહ વિના મુક્તપણે છૂટી ચરવા દઈ, સર્વ દર્શનના તત્ત્વનું માર્ગણ – સંશોધન કરશો, તે તમને પણ સત્ય ધમને માગ મળી આવશે, હેમચંદ્રાચાર્યના આ અદ્દભુત મધ્યસ્થ ભાવના ઉત્તરથી સિદ્ધરાજ તે હિંગ થઈ જઈ ફિદા ફિદા થઈ ગયા. એક વખત માળવા પર જીત મેળવી સિદ્ધરાજ પાછા ફર્યા, ત્યારે તેણે રાજસભામાં પૂછવું – મારા રાજ્યમાં એ કઈ પંડિત છે કે જે બીજા વ્યાકરણની જરૂર ન પડે એવું વ્યાકરણ રચી શકે ? સર્વની દષ્ટિ મહાપંડિતશિરોમણિ હેમચંદ્ર પર પડી, અને તેમણે તે માટેનું બીડું ઝડપ્યું અને પાણિનિ આદિ વ્યાકરણની સ્પર્ધા કરે એવું સંસ્કૃત-પ્રાકૃત આદિ છ ભાષાનું એક લાખ શ્લોકપ્રમાણુ સિલેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org