________________
૨૧
આધુનિક કલા માધ્યમ અને જૈન ધર્મ
પ્રા, ગુલાબ દેઢિયા
- શાલિભદ્રના પૂર્વભવની કથા તો તમે જાણે જ ને ? તરત જ યાદ કરી કડકડાટ બોલી જશે. ગોવાળિયાને છોકરે. પિતાના ગોઠિયાઓ સાથે રમવા ગયો છે. રમતાં રમતાં વાત નીકળી કે, બધા શું શું ખાઈ-પીને આવ્યા છે ? ગોપબાળકેએ ખીર. ખાધાને આનંદ વ્યક્ત કર્યો. પણ એક જ બાળક ગઈ કાલની ખીચડી ખાધાનો એકરાર કર્યા. ઠઠ્ઠામશ્કરી થઈ. રમત અડધી મૂકી. છોકરો ઘરે આવ્યું. ખીર ખાવાની હઠ પકડી. ઘરઘરનાં કામ કરી દીકરાનું ને પોતાનું પેટ ભરતી માતા અસહાય બની ૨ડી. પડી. પડોશણેએ દૂધ, ચોખા, ખાંડ આપ્યાં. ખીર બની. દીકરાને ખીર પીરસી મા કૂવે પાણી ભરવા ગઈ.
થાળીમાંની ખીર ઠંડી પડે ને પોતે ઝટઝટ ખાઈ લે એવી તાલાવેલીમાં છોકરો બેઠો છે. સાધુ ગોચરી અથે પધારે છે. છોકરે પોતાની થાળીની ખીર વહોરાવવા તૈયાર થાય છે, કહે છે, બધી નહિ આપી દઉં. અડધી તમારી–અડધી મારી.” વચ્ચે લીટી દોરે છે. થાળી ઉપાડી પત્રિમાં વહેરાવે છે. નરમ ખીર બધી. જ પાત્રમાં રેડાઈ જાય છે. સાધુ પૂછે છે, “હવે તું કજિયા તે નહિ કરે ને?” “ના ના.'
સાધુ જાય છે. છોકરો થાળીમાં રહેલ જરાતરા ખીર ખાતે બેઠા છે, અફસોસ નથી. માતા આવી ઠામમાં રહેલ થોડી ખીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org