________________
અહિંસાનાં પરિમાણ
૩૧૧
છે, વાતાવરણ મંગલમય થાય છે. આમાં શાસ્ત્રીય સંગીત પણ ઉપકારક નીવડે છે.
- જ્યારે બીજી તરફ આજે પ્રચલિત જાઝ, પો૫, બીટ અને ડિસ્કે સંગીત ઘોંઘાટિયું, ધમાલિયું, કેટલેક અંશે કર્કશ અને ચિત્તતંત્રને વિક્ષુબ્ધ કરનારું છે, અને હિંસક વૃત્તિને જન્મ આપે છે અને ઉત્તેજે છે.
તાજેતરના એક કિસ્સો ઃ એક કિશોરને જોરશોરવાળું સંગીત સાંભળવાની આદત. મોડી રાત સુધી ઢમઢમ વાગ્યા જ કરે. કુટુંબના વડાએ સંગીત બંધ કરવાનું કહ્યું... ઠપકો આપે... કિશોર ડા, અને કિશોરે કુટુંબના તમામ સભ્યોની હત્યા કરી નાખી ! પ્રાણીઓને નિરંકુશ સંહાર :
તમામ પ્રાણીસૃષ્ટિમાં માનવી શ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે. ઉપરાંત આ માનવી એવા ભ્રમમાં પડેલો છે કે તમામ પ્રાણીઓ અને સૃષ્ટિનાં ઉપકરણને પિતાની સુખ-સગવડ અને સુવિધા માટે ઉપયોગ કરવાને એને અધિકાર છે. એટલે જ પ્રાણુઓની ચામડીમાંથી, મોંઘાદાટ પોશાક, બૂટ, સ્લીપર, પસ વગેરે બનાવાય છે. પ્રાણું
નાં હાડકાં અને અંદરના અવયવમાંથી જિલેટીન જેવા ખાદ્યપદાર્થો બને છે જે જેલી બનાવવામાં વપરાય છે અને બેખબર જનતા એને હોશે હોંશે આરોગે છે. કેટલાંક સે દર્ય પ્રસાધનો માટે ક૯પી ન શકાય એવી પ્રાણ-હત્યાઓ થાય છે. - સ્ત્રીઓમાં એક ઈસ્ટ્રોજેન નામનું હોરમોન હોય છે, જેને ઉપગ દવા, સૌન્દર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. આ હોરમૈનો ઘડી જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ અવસ્થામાં એના ગર્ભ, માંથી ખેંચી કાઢવામાં આવે છે. આ પદાર્થ મેળવવા માટે ઘડીને વારંવાર ઉપરાઉપરી ગર્ભવતી સ્વામાં આવે છે. કેટલી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org