________________
૩૦૯
વિશ્વના ને
વિશ્વની મા
અહિંસાનાં પરિમાણ જામે છે, તેમજ ભયના ઓથાર હેઠળ ખડકાતી યુહસામગ્રીથી પરસ્પર રાષ્ટ્રો વચ્ચે વૈમન ઊભું થાય છે. તે
આજે વિશ્વ વિનાશને આરે ઊભું છે. આ માટે કોઈ એક વ્યક્તિ, વર્ગ કે રાષ્ટ્રને જ માત્ર જવાબદાર ઠેરવી શકાય એમ નથી. પૂરી માનવજાત જવાબદાર છે. ન્યુન બેબની સંહારકશક્તિ નિરપવાદ (total) છે. એના ભીષણ સંહારમાંથી શિકારી કે શિકાર કોઈ નહીં બચે. મહાભારતના યુદ્ધ પછી તે કઈ રડનારું પણ બચ્યું. આ યુદ્ધમાં તે આંસુ પણ નહીં બચે.
વિશ્વના ત્રેપન નોબેલ પ્રાઈઝ વિજેતા મહાનુભાવોએ મહાસત્તાઓને નિવેદન કર્યું છે કે વિશ્વની આ અવદશા શોષણ, ગરીબી, અસમાનતાને આભારી છે, અને ગાંધીજીની અહિંસા જ એમાંથી બચાવી શકે એમ છે. પરંતુ આ નિવેદન બહેરા કાને પર અથડાયું છે. એની વિશ્વમાં ખાસ નોંધ પણ લેવાઈ નથી.
ગાંધીજીએ તે અહિંસાની ભાવનાને દરેક ક્ષેત્રમાં ચરિતાર્થ કરી બતાવી. ગાંધીજી sympathy થી આગળ વધી આપણને empathy સુધી લઈ ગયા. પોતાના જીવન અને કાર્ય માં અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણરૂપે પ્રગટ કરી. પિતાની જાત, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના પરિઘ સુધી અહિંસાની ભાવનાને માનવીએ વિસ્તારવી પડશે. માનવજાત ભયમુક્ત હશે તો જ ટકી શકશે. આપણા સમાજે અને રાષ્ટ્રનો ઇતિહાસ પરથી એક નિશ્ચિત પરિણામ તારવી શકીએ છીએ કે અહિંસા અને દયા એ બને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તો છે, તેટલા જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વ પણ છે. અને લોકો એને વનમાં ઉતારી પણ શકે છે.
અહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org