________________
૧૨
જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૨ જિન સ્તવન (વિ. સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં રચાયુ.), (૪) જંબુસ્વામી રાસ અનુક્રમે વિ. સં. ૧૭૩૮ અને ૧૭૩૯માં રચાયાં. આ ઉપરથી જોઈ શકાય છે કે ઉપાધ્યાયજી મહારાજે ખંભાતમાં કેટલા ચાતુર્માસ કર્યા હતા. હિતશિક્ષા રાસ” વિશે ડે. રમણભાઈ
“હિતશિક્ષાનો રાસ” એ વિશે હૈં. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓમાં ગૃહસ્થ કવિઓ બહુ જ ઓછા જોવા મળે છે. એ ગૃહસ્થ કવિઓમાં આ ખંભાતનગરીના કવિ ઋષભદાસને શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખાવી શકાય. એમણે સંખ્યાબંધ રાસકૃતિઓની રચના કરી છે. એમાં “હિતશિક્ષાને રાસ' એ એક મહત્વની કૃતિ છે. એ કૃતિ વિવિધ પ્રકારની પ્રકીર્ણ માહિતી અને શિખામણથી ભરપૂર છે. શ્રાવકનું આદર્શ ગૃહસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગ દર્શન સુંદર દૃષ્ટાંત સાથે તેમાં આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, ભજનને જ વિષય લઈએ તો ભોજન કરતી વખતે માણસે કેટકેટલી બાબતે લક્ષમાં રાખવી જોઈએ તેની વિગતવાર સૂચના આપવામાં આવી છે. રાસના અંતભાગમાં કવિએ પોતાના અંગત જીવનને ઉલ્લેખ કરીને પોતે ગૃહસ્થના બાર વ્રત કેવી રીતે પાળે છે અને પોતાના જીવનમાં કેવા કેવા નિયમો અપનાવે છે તેની માહિતી પણ અત્યંત નમ્રતાપૂર્વક આપી છે તે વાંચતાં ગૃહસ્થ પણ સાધુ જેવા કવિ ઋષભદાસ પ્રત્યે આપણને પૂજ્યભાવ થયા વગર રહે નહિ.
આ ઉપરાંત આ વિભાગીય બેઠકમાં નીચે પ્રમાણેના વિદ્વાનોના નિબંધ ૨જૂ થયા હતા : (૧) વિનયચંદની વાર્તાનું કર્તુત્વ – પ્રા. જયંત કોઠારી
(અમદાવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org