________________
૨૭૮
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ? કરનારી ઔત્પાતિકી બુદ્ધિ હેય છે. એ વડે ભગવાને સૂત્રરૂપે આપેલા ઉપદેશને ગણધરો અર્થવિસ્તાર કરે છે એ સૂત્રોને જગત કલ્યાણ માટે તેઓ જનસમાજ સુધી પહોંચાડે છે.
ભગવાન મહાવીરના અગિયાર ગણધરેમાં પ્રથમ અને મુખ્ય ગણધર તે ઇન્દ્રભૂતિ ગૌતમ. મગધદેશમાં ગોબર નામના ગામમાં, ગૌતમ ગેત્રમાં, યેષ્ઠા નક્ષત્રમાં, પિતા વસુભૂતિ અને માતા પૃથ્વીને ત્યાં તેમનો જન્મ થયો. માતાપિતા અત્યંત પુણ્યશાળી હતાં, કારણ કે તેમના ત્રણ પુત્રો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ ભગવાન મહાવીરના ગણધરે થયા.
ઇન્દ્રભૂતિ ગૌતમને વ્યવસાય અધ્યાપનને હતો. વેદવેદાંતના બહુશ્રુત અધ્યાપક તરીકે તેમની ઉજજવળ કારકિર્દી હતી. પાંચસે. શિષ્યોને તેમનો પરિવાર હતો. ઇન્દ્રભૂતિ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમી રહ્યા. પચાસમે વર્ષે તેમનું જીવન વહેણ બદલાયું.
ભગવાન મહાવીર બેતાલીસમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મધ્યમા પાવા નામે નગરમાં મહાસેન વનમાં પધાર્યા. દેએ તેમનું માન અને તેમને મહિમા વધારવા સમવસરણની રચના કરી. એ જ સમયે એ નગરીમાં સોમિલાચાર્ય નામના બ્રાહ્મણે મહાયજ્ઞ આરંભ્ય હતા. યજ્ઞમાં ભાગ લેવા ઇન્દ્રભૂતિ પિતાના બંને નાના ભાઈઓ સાથે ત્યાં પધાર્યા હતા. પ્રખર શાસ્ત્રજ્ઞાનના કારણે ઈન્દ્રભૂતિને યજ્ઞમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. એ નગરીમાં દે પણ ભગવાન મહાવ રને વંદન કરવા પધાર્યા હતા. બ્રાહ્મણને એ વાતનું આશ્ચર્ય થયું.
કંઈક કુતૂહલથી, વિદ્યાના કંઈક અભિમાનથી ભગવાન મહાવીરને શાસ્ત્રાર્થમાં પરાજય કરવાના ઉદ્દેશથી ઇન્દ્રભૂતિ સમવસરણમાં ગયા. તેમને આવતા જોઈને ભગવાને અત્યંત મધુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org