________________
પુરવારથ : એક અભ્યાસ
૨૪૧ સંજવલન ક્રોધ, બે ગતિ, બે આનુપૂર્વી આતાપ, ઉદ્યોત પ્રચલાપ્રચલા વગેરેને ઉલેખ છે.
શિલી તથા ભાષાની દષ્ટિએ તપાસતાં આ કાવ્ય "તેમાં જેવા મળતી નિરાડંબરી શિલીને કારણે ધાર્મિક પ્રચાર કરવામાં ખૂબ જ સફળ થાય એવું છે. તેમાં ભાવશુદ્ધિ, માનવજીવનની દુર્લભતા, દયાનું મહત્ત્વ, કર્મક્ષય, પ્રમાદિત્યાગ, ક્ષપક શ્રેણિને ક્રમ વગેરે વિષય ચર્ચાયા છે, પણ કવિએ રોચક શૈલીને પુટ આપેલ હેવાથી શ્રોતા કે વાચક કથાપ્રવાહમાં તણાતે જાય છે અને ક્યાંય કંટાળતા નથી.
આ કાવ્યની ભાષા અર્ધમાગધી નથી પણ મહારાષ્ટ્ર પ્રાકૃત છે. રામપાણિવાદ-કૃત સંસવહ પણ મહારાષ્ટ્રી પ્રાકૃતમાં છે પણ તેના જેવી દુર્બોધતા અહીં જોવા મળતી નથી. કયાંક કયાંક સંસ્કૃત સુભાષિતે પણ કથાને વધારે મનોહર બનાવે છે. શૈલીની સરળતાને કારણે ઉપદેશાત્મક કથાસાહિત્યને આ કાવ્ય સુંદર, નમૂને પૂરું પાડે છે.
આ કાવ્યના કર્તા કોણ? –એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડે છે. કર્તાએ ૧૯૮ માં પોતાને પરિચય આપતાં કહ્યું છે કે
सिरि हेमविमलसुहगुरुसिरिजिणमाणिक्कसीसरयएण । रइ पगरणमेअं वाइज्जत चिरं जयउ ॥
અહીં નિમાળિણીયgi માં છઠ્ઠી વિભક્તિ માની અથ કરવામાં આવે તો કૃતિના કર્તા જિનમાણિજ્યના શિષ્ય હોય એવી કોઈ વ્યક્તિને ઉલેખ સમજાય અને એમ વિભક્તિ યોજના ન સ્વીકારતાં કર્મધારય સમજવામાં આવે તો જિનમાણિકને કર્તા માની શકાય. આ રચનાની બીજી એક-બે હસ્તપ્રતો તેના કર્તા, તરીકે અનહંસનું નામ આપે છે અને એ વાતને માટેનું સુચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org