________________
૨૩૯.
પાપુરારિયમ' : એક અભ્યાસ સમુદ્રમાં પડયો અને અને કપાયે પણ પાછો મળે નહિ. આ કથા કહી કેવલી કહે છે કે :
तह भणुअत्तं बहुविहभवभमणसएहि कहकहविलद्धं । खणमित्तण हारइ पमायभरपरवसा जीवो ॥ १९
(તે જ રીતે અનેક પ્રકારના ભવમાં ભ્રમણ કર્યા બાદ મુશ્કેલીથી મેળવેલે આ માનવજન્મ ખૂબ પ્રમાદને લીધે જીવ ક્ષણ વારમાં ગુમાવી બેસે છે). ગાથા ૧૪૦ માં વિનીતાનગરીના રાજા ભરતનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. અરીસાભવનમાં વીંટી પડી જવાથી તેને પોતાની જાત કુરૂપ લાગી અને સંસારની અસારતા સમજાતાં કેવળજ્ઞાન થયું. ગાથા ૧૪૧ માં ઈલાપુત્રની વાતને ઉલ્લેખ છે. ઇલાપુત્રની પસંદગી પામેલી કન્યા ઢેલ વગાડતી હતી અને ઇલાપુત્ર વાંસ ઉપર નૃત્ય કરતે હતો. પ્રેક્ષક તરીકે રહેલ રાજ ઇલાપુત્ર મૃત્યુ પામે એમ ઈચ્છતા હતા તે સમયે મુનિઓનું દર્શન થતાં દલાપુત્રને વૈરાગ્ય થયો. ગાથા ૧૪ર માં ભરતેશ્વરનું નાટક કરતા અષાઢાભૂતિની ખૂબ જ જાણીતી કથા દષ્ટાંત તરીકે આપીને કવિએ પોતાની રચનાને ખૂબ જ રોચક બનાવી છે.
“ “કુષ્માપુન્નચરિયમ'ના કર્તાને પ્રાકૃત ભાષાના આ કાવ્યમાં. સંસકૃત સુભાષિત પ્રયોજવાનો શોખ વર્તાઈ આવે છે. એ સુભાર , ષિત બહુ જ સરળ ભાષામાં જીવનપયોગી ઉપદેશ આપી જાય . એવાં છે. આયુષ્ય ઘટે પછી તેને સાંધવા કોઈ ઉપાય નથી. એમ વ્યક્ત કરતા એક સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કેઃ ' ना विद्या न च भेषज न च पिता नो वान्धवा नो सुताः .: नाभीष्टा कुलदेवता न जननी स्नेहानुबन्धान्विता । नार्थो न स्वजनो न वा परिजनः शारीरिक नो वलं नो शक्ताः सतत सुरावरवराः संघातुमायुः क्षमाः ॥ ५३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org