________________
વિરલ પ્રતિય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૩૧
આ પછી શ્રી વીરચંદભાઈ ગાંધી ઇગ્લેન્ડ આવ્યા. અહીં એમણે બેરિસ્ટર થવાની ઇચ્છા પૂરી કરી, પરંતુ આ જ્ઞાનને ઉપયોગ એમણે અર્થોપાર્જન માટે ભાગ્યે જ કર્યો. ઈગ્લેંડમાં જેન ધર્મની જિજ્ઞાસા જઈને એમણે શિક્ષણ વર્ગ છે. આગળ જતાં લંડનમાં જેન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. એક ધર્મજિજ્ઞાસુ હર્બર્ટ વોરને માંસાહારને ત્યાગ કરીને જેન ધર્મને
સ્વીકાર કર્યો એમણે વીરચંદભાઈનાં ભાષાની નેધ રાખી, તેમજ અંગ્રેજીમાં જૈન ધર્મ વિશે એક પુસ્તક લખ્યું. આ ઉપરાંત વિશ્વધર્મ પરિષદના પ્રમુખ ચાર્જ સી. બની એમનાથી પ્રભાવિત થયા હતા. અને વીરચંદભાઈએ ભારતમાં ૧૮૯૬-૯૭ માં દુષ્કાળ પડયો ત્યારે અમેરિકામાં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિના પ્રમુખ સી. બેની હતા. આ સમિતિએ તત્કાળ ચાલીસ હજાર રૂપિયા અને અનાજ ભરેલી સ્ટીમર ભારત મોકલ્યાં હતાં. શ્રી વીરચંદભાઈ ગાંધીએ આ પ્રવાસ દરમ્યાન પ૩૫ જેટલાં વ્યાખ્યા આપ્યાં હતાં. તેઓ ગુજરાતી હિંદી, બંગાળી, અંગ્રેજી, સંસ્કૃત અને ફ્રેન્ચ જેવી ચૌદ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.
આમ ઓગણત્રીસ વર્ષનો એક યુવક પરદેશગમનની ખફગી વહેરીને વિદેશમાં ધર્મપ્રચાર કરે અને એક વાર નહીં બલકે ત્રણ-ત્રણ વખત વિદેશની સફર કરી માત્ર જૈન દર્શનને જ નહીં બહેઠે ભારતીય દર્શનને પ્રચાર કરે તે કેવી વિરલ ઘટના કહેવાય! "
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું અ૯૫ આયુષ્ય પણ અનેકવિધ યશસ્વી સિદ્ધિઓથી ભરેલું છે. ૧૮૮૪માં એ બી. એ. થયા હતા. જેના સમાજમાં ઔર્સ સાથે બી. એ. થનારા એ પ્રથમ સ્નાતક હતાં. ૧૮૯૦માં પિતાનું અવસાન થતાં રોવાસ્કૂટવા વી કુરૂઢિઓને એમણે એ જમાનામાં તિલાંજલી આપી હતી તે જેવીતેવી વાત ન કહેવાયું. એકવીસ વર્ષની ઉંમરે શ્રી જેન એસેસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org