________________
૧૪૮
જૈન સાહિત્ય સમારોહ – ગુર૭ ૨ સોળમી સદીના પ્રારંભમાં લખાયેલ સુવર્ણાક્ષરી સચિત્ર પ્રાચીન પિથી આજે આ ભંડારમાં એટલી સારી દશામાં છે કે તે જાણે હજુ હમણાં જ લખાયેલી લાગે. આવી જ એક સજીવ લાગતી પિોથી જેસલમેરના તપગચ્છીય જ્ઞાન ભંડારમાં સરસ રીતે સચવાઈ રહી છે. શ્રી નીતિવિજયજી મહારાજ જ્ઞાનભંડાર સાથે ખંભાતના નિવાસી અને ભંડારના સંરક્ષક શેઠ શાંતિલાલ મણિલાલને સંગ્રહ જોડાયેલો છે, જેમાં ચાલુ સદીમાં લખાયેલ તાડપત્રીય પ્રતા અને ચાંદીની શાહીથી લખાયેલ કલ્પસૂત્ર અને નવકારસ્મરણની સચિત્ર પ્રતિ છે. - જૈન ઈતિહાસ-સંશોધનનાં પગરણ પ્રાચીન સમયમાં ખંભાતમાં શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારથી થયેલો જણાય છે અને તે હાલના સમયમાં ઈ. સ. ૧૯૬૦ માં શ્રી આર. પી આર્ટસ ઍન્ડ કે. બી. કૅમર્સ કોલેજ મ્યુઝિયમમાં પાંગરે છે. આ કેલેજ મ્યુઝિયમમાં પણ કેટલીક નોંધપાત્ર જૈન શિલ્પાકૃતિઓ સંગ્રાયેલી છે, જેમાં વ્યાખ્યાન આપતા જૈનાચાર્યની શિલ્પાકૃતિ ખાસ ઉલ્લેખનીય છે. પહેલાંના સમયમાં જૈનાચાર્યો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા, તેને આબેહૂબ નમૂને આ શિલ્પાવશેષમાં ઉપલબ્ધ છે. મૂળમાં આ શિલ્પાકૃતિ ખંભાતના પ્રાચીનતમ અખંડ સ્થાપત્યરૂપે વિદ્યમાન
જુમા મસ્જિદ 'ના એક ખૂણામાં વર્ષોથી પડી હતી, જે ઈ. સ. ૧૯૬૨-૬૩ માં કોલેજ મ્યુઝિયમને અર્પણ થઈ હતી. અલબત્ત એનો લેખ ધસાયેલો છે પણ જૈનાચાર્યની આકૃતિની ઉપર “શાલિભદ્રસૂરિ' એવા અક્ષર કતરેલા જણાય છે. તેમની આગમ ઠવણનું એક સુંદર ચિત્ર છે; તેની આગલી બાજુ બે આચાર્ય મહારાજ સન્મુખ પાંચ મુનીશ્વરોની બેઠેલી આકૃતિઓ કંડારેલી છે અને ઉપરના ભાગમાં અનુક્રમે “ભવદેવ, મ. હરિશ્ચંદ્ર, ભ. વસ્તુદેવ, ધનદેવ મહાર વા. શુભચંદ્રમણિ” એવાં નામ કોતરેલાં વંચાય છે. છઠ્ઠી આકૃતિ ખંડિત છે. આ સર્વ મહારાજ સાહેબોના હાથમાં મુહપત્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org