________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા
૧૨૩
દેહભાવે જો દેહધાત એટલે કે મરણ થાય છે તેા પછા આત્મભાવે અર્થાત્ શુદ્ધસ્વરૂપભાવે આત્માની ઉત્કૃષ્ટ વી શક્તિથી વા દેહાત થાય ? સીધાં અશરીરી, અદેહી, સિદ્ધ જ બનાય.
મનને મનાવવુ મુશ્કેલ છે તેા મનને બનાવવું – પરિણુમાવવું તા કેટલુ મુશ્કેલ હાય !
ઉપાસનાના ભેદો છે સ્તુતિ-પ્રાર્થના-ધ્યાન !
સ્તુતિ : લેવા જેની પાસે આવ્યાં છીએ તે આપનારા ઇષ્ટ દેવની સારામાં સારી પ્રશ'સા કરવી. એમની બિરદાવલી ગાવી, સારામાં સારી ઊંચી દષ્ટિએ નિહાળવા તે સ્તુતિ છે.
પ્રાથના : લેવા આવ્યાં છીએ, માંગવા આવ્યાં છીએ તે એમની પાસેથી સત્ય-નિત્ય-નિર્દોષ માંગવું કે જેવુ... “જય વીય રાય ' સૂત્રમાં માંગ્યુ છે.
ધ્યાન : ધ્યાનમાં અભેદ થવાનુ છે. આપનારા ભગવાન સાથે લેવા આવેલા ઉપાસકે એક થવાનું છે, લઈ લેવાનુ` છે, એના જેવા થઈ જવાનું છે,
ત્યાગ અને વિરાગ એ નિષેધાત્મક ક્રિયા છે. એ વિરૂપ( વિભાવ)ને હટાવવાની ક્રિયા છે. જ્યારે જ્ઞાન અને ધ્યાન એ વિધેયાત્મક ક્રિયા છે. એ સ્વરૂપ( સ્વભાવ )ને પ્રગટાવવાની ક્રિયા છે.ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન,
અટકે ત્યાગ વિરાગમાં, તા ભૂલે નિજ ભાન ’...શ્રીમદન વિચારથી સ્વરૂપનું દર્શન થાય. ભાવનાથી અંતરની શુદ્ધિ થાય. જ્યારે ધ્યાનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય
દ્રવ્યાનુયાગ એ શુક્લ ધ્યાનના વિષય છે.
For Private & Personal Use Only
'
Jain Education International
www.jainelibrary.org