________________
૧૨૧
ધ્યેય, ધ્યાન, ધ્યાતા - ઉપાશ્રય-દેરાસર આદિ તે સાધનક્ષેત્ર છે. જ્યારે મને એ સાધનાક્ષેત્ર છે. માટે મનની ખૂબ ચોકી કરવી અને સ્વદેષદર્શન કરવું. પોતામાં રહેલા મોહભા-રાગદ્વેષભાવો-કષાયભા-અજ્ઞાન આદિને જોવા અને શુભ ભાવથી, અધ્યાત્મભાવથી કાઢવા. કે શરીરમાં શરીરને જોવાનું બંધ કરીએ તે ધ્યાનમાં અંદર રહેલે આત્મા દેખાય. આંખથી બહારના સર્વ પુદ્ગલક જવાનાં બંધ કરવાના હેય છે. જગતના કોઈ પણ બહારના પદાર્થોને જોઈએ છીએ તે આપણા શરીર માટે જોઈએ છીએ. આત્મા માટે બહારના પદાર્થો જોવાની જરૂર રહેતી નથી.
દયાન શરીરમાં રહેલાં આત્મપ્રદેશોએ કરવાનું કહેલ છે. શરીર બહાર ચાન કરવું હોય તે પરમાત્માની મૂર્તિ સામે અગર એક બિંદુ સામે ત્રાટક કરવા દ્વારા થાય છે.
શાસ્ત્રમાં શબ્દ છે. શબ્દના અર્થ કરવાના છે અને અર્થના અર્થ કરી ભાવ ભાવતાભાવતા શબ્દમાં રહેલ ભાવને રસાસ્વાદ માણવાનો છે. નિદિધ્યાસન-અનુભવન-વેદન કરવાનું છે.
અર્થ સાથે ક્ષાયિકભાવે એકાગ્ર થઈ અનુભવન કરવાથી અર્થના અર્થમાં કઈ ભેદ રહેશે નહિ.
શબ્દ એટલે રસોઈ કરવી. અર્થ એટલે કરેલી રસોઈ પીરસાઈ છે. અને અનુભવ એટલે પીરસાયેલી રસોઈ આરોગી છે. - “અચાત્મસાર” ગ્રંથના લોક ૬૦૭માં મહોપાધ્યાયજી યશોવિજ્યજી મહારાજા જણાવે છે...
सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्रापास्त नियमो नाऽऽसां, नियता योगसुस्थता ॥ સઘળા દેશમાં, સર્વ કાળમાં અને બધી અવસ્થામાં અતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org