________________
૧૧૯
ધ્યેય, ધ્યાન ધ્યાતા અભેદ સ્વરૂપ ઈચ્છીએ છીએ તે પરમાત્મતત્ત્વ છે જે જીવમાં સ્વયં જ પડેલું છે, જે જીવ સાથે અભેદ સંબંધ ધરાવે છે. આપણાથી જે અભેદ તત્વ હોય, તે નિત્ય હેય, સ્થિર હેય માટે જ દયેયરૂપ હોય,
ગમાર્ગ ત્રાટક ધ્યાનને માર્ગ છે. વેદાંત માર્ગ વિચારધ્યાનનો માર્ગ છે. ભક્તિમાર્ગ શરણ -સમર્પણભાવસ્થાનને માર્ગ છે.
જૈન દર્શનમાં આ ત્રણેય પ્રકારના ધ્યાન પડાવશ્યક ક્રિયામાં ખૂબ સુંદર સમન્વય સાધવામાં આવ્યું છે અને રોજબરોજનું સહજ જીવન બનાવી દેવામાં આવેલ છે. - “શા સમજ્યાં એટલે જ્ઞાની” તે વ્યવહારિક વ્યાખ્યા છે. જેમ ગણિત શીખ્યા એટલે પૈસા કમાઈએ એવું નથી, તેમ શાસ્ત્ર ભણ્યા પછી આત્માનું ધન જે આનંદરૂપ છે – આનંદઘન છે તેની અનુભૂતિ થાય તો આત્મધન કમાયા કહેવાય. - ક્રિયા વિચારમાં, વિચાર ભાવમાં, ભાવ દયાનમાં, યાન સમાધિમાં અને સમાધિ કેવલજ્ઞાનમાં પરિણમાવવાની છે.
સંસાર ભૂડ છે એ નિવારવા માટે ત્યાગ અને વૈરાગ્યની નિષેધાત્મક-Negative સાધના છે. જ્યારે “આત્મા રૂડે છે” એ પામવા માટે સ્વરૂપજ્ઞાન અને શાનની વિધેયાત્મક-Positive સાધના છે. - શરીર ઈન્દ્રિયમાં, ઈન્દ્રિય પ્રાણમાં, પ્રાણુ મનમાં અને મન બુદ્ધિમાં લય પામે છે પરંતુ જે મન અને બુદ્ધિ આત્મામાં લય ગમે તે પરમશાંતતા અને નિત્રિક૫તાની પ્રાપ્તિ થાય છે.
રૂચિ પડે તે સાધનાને અપનાવી ચિત્તવૃત્તિનો નિરોધ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org