________________
જૈન સાહિત્ય સમારોહ – ગુછ ૨
ધ્યાન એટલે એકાગ્રતા – સ્થિરતાં.
એકાગ્રતા–સ્થિરતા આવ્યા પછી શાંતિ મળે છે અને અન્યતામાં અર્થાત નિર્વિકલ્પતામાં પરિણમે છે.
જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને તે દશામાં રહેતાં શીખવું તેને ધ્યાન કહેવાય છે.
ધ્યાન એટલે શ્રમિત થયેલા મન-વચન-કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ અર્થાત જ્ઞાનદશા.
તેમ નિદ્રા એ કર્મભનિત વિશ્રાંતિ છે. મન-વચન-કાયાના યોગની સક્રિયતાથી ધસારે લાગે છે. સ્વપ્ન વગરની નિદ્રાથી અગર તે વિકલ્પ વિનાની અવસ્થા જે સ્થાન છે તેનાથી મન-વચન-કાયાના ગિને વિશ્રાંતિ મળે છે.
ધ્યાનના ત્રણ ભેદ છે: (૧) જાગૃત : જાગૃત જે સક્રિયતા છે, સ્થિરતા છે, એકા
ગ્રતા છે. (૨) જાગૃત-સ્વપ્નાવસ્થા : જગૃત સ્વપ્નાવસ્થા એ દેશ
ક્રિયતા છે, સાક્ષીભાવ છે, નિલેપતા છે. (૩) જાગ્રત-સુષુપ્તિ : જાગૃત સુષુપ્તિ એ સર્વથા અક્રિયતા
છે, જે સમાધિ છે, જે વીતરાગતા છે. લક્ષ્ય અર્થાત સાધ્ય અર્થાત ધ્યેય સાથે એકાગ્રતા કરવાથી લક્ષ્યથી અભેદ થવાની શરૂઆત થાય છે. સાક્ષી બનવાથી અક્રિયતાની શરૂઆત થાય છે. અને અંતે સાક્ષીભાવથી અતીત થવાથી સ્વરૂપમાં સ્થિત થવાય છે અને સચિદાનંદ સ્વરૂપને પમાય છે. સહજતા પ્રાપ્ત થાય છે અને સક્રિયતા સમાપ્ત થાય છે.
એકાગ્રતા એ સ્થૂલ સાધના છે. નિલેપતા – (સાક્ષીભાવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org