________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
एक निच्च निरवयमक्कियं सव्वगं च सामन्न ।
निस्सामन्नत्ताओ, नस्थि विसेसो खपुप्फ च ॥ અર્થાત એક, નિત્ય, નિરવયવ અર્થાત નિર્વિકલ્પ, અક્રિય અને સર્વગત એવું સામાન્ય વસ્તુરૂપે છે; આકાશપુષ્પની જેમ સામાન્ય વિનાનું વિશેષ કંઈ છે જ નહિ. સામાન્યના ભેદ
જ્યારે કવ્યાર્થિક તેમજ સંગ્રહનય અભેદ દૃષ્ટિ છે અને તે બેઉ સામાન્યને ગ્રહણ કરે છે ત્યારે દ્રવ્યાર્થિકનય ગ્રહીત સામાન્ય અને સંગ્રહનય ગ્રહીત સામાન્યમાં શો ભેદ છે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
દ્રવ્યાર્થિક નય જે અનેકમાં (વિશેષમાં) એકત્વબુદ્ધિ કરે છે તે સર્વ એક જ દ્રવ્યના કાળક્રમથી થતા પર્યાય છે અને તે પર્યાયે પૃથફ પૃથફ વસ્તુ નથી પરંતુ તે સર્વ પર્યાય અને તેના આધારભૂત દ્રવ્યને પ્રદેશપિંડ એક જ છે. પર્યાય-પર્યાયમાં દેશભેદ નથી પણ કાળભેદ છે. દ્રવ્યાર્થિક નયની અભેદ દષ્ટિમાં દ્રવ્યના કાળક્રમથી થતા પર્યાયમાં ભેદબુદ્ધિ થતી નથી. તેની દૃષ્ટિમાં તે તે પર્યાયમાં અનુગત જે સામાન્ય છે તે દ્રવ્યની જ ઉપલબ્ધિ થાય છે. તેની દૃષ્ટિમાં દ્રવ્ય કાળક્રમથી જે ભિન્ન ભિન્ન પર્યાયને પ્રાપ્ત કરે છે તે સર્વમાં તર્ભાવબુદ્ધિ થાય છે. “આ તે જ (દ્રવ્ય) છે, આ તે જ (દ્રવ્ય) છે, આ પહેલાં જે હતું તે આ જ (દ્રવ્ય) છે.” આ પ્રમાણેના પ્રત્યયમાં જે હેતુ છે તેને તદ્દભાવ સામાન્ય કહેવાય છે. આથી દ્રવ્યાકિનય જે એક અર્થાત્ સામાન્યને વિષય કરે છે તે તદ્દભાવ સામાન્ય છે પરંતુ જૈનદર્શનમાં તભાવ સામાન્યને માટે વધુ પ્રચલિત સંજ્ઞા ઊદવતા સામાન્ય છે. દ્રવ્ય ઉવતા સામાન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org