________________
પંચમ જૈન સાહિત્ય સમારોહ
આ પ્રસંગે સમારોહના ઉદ્દઘાટક શ્રી લખમશી ઘેલાભાઈ શાહ તરફથી આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યો માટે રૂપિયા એક લાખના ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને સહુએ સહર્ષ વધાવી લીધી હતી. ત્યારબાદ ઉદ્દઘાટન બેઠક પૂરી થઈ હતી. વિભાગીય બેઠક ઃ જૈન તત્વજ્ઞાન
શનિવાર, તા. ૨૪-૯-૧૯૩૩ના રોજ સવારનાં, ઉદ્દઘાટન બેઠકની પૂર્ણાહુતિ બાદ તુરત જ, જૈન તત્ત્વજ્ઞાનની વિભાગીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું પ્રમુખસ્થાન શ્રી કીર્તિભાઈ માણેકલાલ શાહે લીધું હતું. નાદુરસ્ત તબિયત છતાં મુંબઈથી સીધા. જ તેઓ આવી પહોંચ્યા હતા. અનેકાન્ત દશનમાં દ્રવ્યનું સ્વરૂપ
શ્રી કીર્તિભાઈ શાહે “અનેકાન્ત દર્શનમાં દ્રવ્યનું સ્વરૂપ' એ વિષય પરને પિતાના સંશોધન–અભ્યાસ લેખનું સંક્ષેપમાં તારણ આપતાં કહ્યું હતું: “આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એ વિષય હશે કે જેની જેના દશને તલસ્પર્શી વિચારણું કરી ન હોય. આથી જૈન દર્શન વિશાળ દર્શન છે, વિશ્વદર્શન છે. પરંતુ એની ખરી મહત્તા એની વિશાળતા. કરતાં પણ એની સૂક્ષમતામાં છે. પ્રત્યેક તવ અર્થાત્ વસ્તુનું સર્વા ગી જ્ઞાન પ્રાપ્ત કરવા, તેના અનેકાન્તમય સ્વરૂપનું દર્શન કરવા અને તેના સુમમાં સૂક્ષમ અંગનું જ્ઞાન બાકી ન રહી જાય તે પ્રબંધ અનુ
ગદ્વાર આદિ સૂત્રોગ્રંથ દ્વારા આ દર્શને કર્યો છે તે અજોડ છે.” સ્યાદ્વાદ અંતગત નયવાદ
જૈન દર્શનના કઈ પણું તત્ત્વને અનેકાન્તવાદ અને તેના અંતર્ગત નયવાદ વિના ન્યાય આપી શકાતા નથી, એમ જણાવી એમણે ઉમેર્યું: “આ સિદ્ધાંતથી અપરિચિત વ્યક્તિ નિરૂપિત તત્વને ગ્રહણ કરી શકતી નથી અગર ગ્રહણું કરે છે તો તે વિપરીત સ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org