________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
મ
છે. તે સાથે તે સમયના રાજ અને રાજનીતિનું ચિત્રણ પણ છે. આ ઉપરાંત સામાજિક નીતિનિયમે, સમાજમાં સ્ત્રી-પુરુષનું સ્થાન તથા સમાજના જુદા જુદા સ્તરના માનવીઓના માનસનું દર્શન પણ એમાં મળે છે. વક્તાએ “ઉપમિતિભવપ્રપંચ” એક રૂપકથા હોવાનું જણાવીને તેમાંની આઠ વાર્તાઓમાંનાં સ્ત્રીપાત્રોની ચર્ચા કરી હતી. તેમણે તારવી આપ્યું, કે દસમી સદીમાં પણ આજની જેમ સ્ત્રીનાં અનેક રૂપ હતાં, અને સમાજમાં તેનું અનેકવિધ સ્થાન હતું. એક હજાર વર્ષથી પણ સમાજમાં સ્ત્રી ખાસ આગળ વધી નથી. હર્ષકુજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ
- ડે. રમણલાલ ચી. શાહ (મુંબઈ) હર્ષ કુંજરરચિત “રાવણ પાર્શ્વનાથ ફાગ”—એક અપ્રગટ ફાગુકાવ્યને સ્પર્શત નિબંધ વાંચ્યું હતો. રાવણ પાર્શ્વનાથ એ ડો. રમણલાલના જણાવવા પ્રમાણે રાજશાનમાં અલવર શહેરથી ચારેક માઈલ દૂર એક પહાડી નીચે આવેલું પ્રાચીન તીર્થ છે. આ તીર્થ સાથે રાવણનું નામ કઈ રીતે સંકળાયું, તે કથા રાવણની રાણી સતી મા દેદરીના શીલના પ્રભાવની સાથે સંકળાયેલી છે. પ્રસ્તુત ફાગ ચાર ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની રચના છે. તેમાં ઋતુ વસંતનું આલેખન થયું હેવાથી રચના “ફાગુ' નામે ઓળખાઈ છે. ડૉ. રમણભાઈએ રચનાનું રસદર્શન કરાવી, કાવ્યતત્ત્વની દષ્ટિએ તેમાં પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુ કૃતિ કરતાં સવિશેષ ચમત્કૃતિ જોવા મળે છે એમ તારવ્યું હતું. ગારમંજરીમાંની પ્રહેલિકાઓ
છે. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી(મુંબઈ)એ કવિ જયવંતરિકૃત ““શૃંગારમંજરી માંની પ્રહેલિકાઓ” એ વિશેના નિબંધમાં, પ્રથમ પ્રહેલિકા (ઉખાણું) વસ્તુતઃ શું છે, તેનાં શાં શાં પ્રોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org