________________
૫૧
તૃતીય જૈન સાહિત્ય સમારોહ થવી જોઈએ. લહિયાએ હવે ઓછા થતા જાય છે તે વધુ ને વધુ સંખ્યામાં તૈયાર કરવા જોઈએ. તેમ નહીં થાય તે પ્રાચીન હસ્તપ્રતો એમની એમ પડી રહેશે. કુષ્માપુરચરિયમૂઃ એક અભ્યાસ
પ્રા. અરુણભાઈ જોશી(ભાવનગર)એ “કુમ્ભાપુચરિયમઃ એક અભ્યાસ એ શીર્ષક હેઠળ પિતાને નિબંધ વાંચ્યો હતો. મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ અર્થે ભાવ એ ચિંતામણિરતન સમાન છે એ વાત અનંતસરચિત “સિરિ કુમ્માપુખ્તચરિયમમાં એક સરસ થા દ્વારા કહેવાઈ છે. તેને તત્ત્વાર્થ એ છે કે સાધુ થયા વગર, ગૃહવાસમાં વસતાં વસતાં પણ ભાવ થકી કેવલી થઈ શકાય છે. વક્તાએ એ આખી કથા અત્યંત સંક્ષેપમાં કહી હતી. કુમ્માપુર એક પૌરાણિક કથાનું પાત્ર છે. ભાવનું મહત્ત્વ સમજાવવાનું કથાનું લક્ષ્ય કવિએ કેટલાંક સુંદર પડ્યો. તથા જીવનોપયોગી સુંદર દષ્ટ તેમજ કેટલાંક સુભાષિતો દ્વારા સિદ્ધ કર્યું છે. કાવ્યની ભાષા મહારાષ્ટ્રની પ્રાકૃત તથા શોલી નિરાડંબરા છે. ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્યાધ
- પ્રા. અમૃત ઉપાધ્યાયે (પાટણ) “ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્યધઃ “વિનય'ના સંપ્રત્યય' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં આરંભમાં ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરી હતી. તેમણે તારવ્યું હતું કે આચાર એ ધર્મ અને સંસ્કૃતિનું મૂળ છે. જેન પરંપરામાં સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય એ રત્નત્રય સમગ્ર માનવજીવનને મર્મ રજુ કરે છે ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્ય એ સમ્યફ ધર્મને મૂર્ત કરે છે, જે સમ્યક જીવનને શક્ય બનાવે છે. અર્થાત સમ્યફ -ધૃવન માટે સમ્યફ ધર્મ અનિવાર્ય છે અને એ ધર્મને પાયે છે વિનય. ઉપદેશમાલામાં નિરૂપાયેલા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના
Sલફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org