________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
પણ રાખવામાં આવ્યું નથી. પ્રથમ સમારોહનું પ્રમુખસ્થાને જૈન નહિ એવા મહા વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાવ્યું હતું. સમારોહ
જવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તત્વદર્શનની પ્રવૃત્તિને વેગ પ્રાપ્ત થાય એ છે.”
ડૉ. રમણભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો એક સંસ્કારવંત સાહિત્યિક સંસ્થા લેખે મહિમા કર્યા પછી કહ્યું: “વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક જૈન સાહિત્યનો વિભાગ રહેતા. કેટલાંક વર્ષોથી હવે એ વિભાગ નથી. જૈન સાહિત્યને તેની વિશિષ્ટતા છે. તેની સમૃદ્ધિ અખૂટ છે અને તે અમૂલ્ય છે. સુરત, વડોદરા. અમદાવાદ, લીંબડી, ખંભાત, પાટણ, જેસલમેર અને અન્ય સ્થાને જૈન સાહિત્યની વીસ લાખ કરતાં વધુ હસ્તપ્રતો છે. તેનું સંશોધન હાથ ધરાય તો પાંચ વર્ષ સુધી ચાલી શકે એટલું કામ છે. કમનસીબે આ સંશોધનકાર્ય કરનાર વિદ્વાનો અલ્પસંખ્ય છે. આવા સાહિત્ય સમારેહથી પ્રેરાઈને કોઈને રસ પડે તે રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સજઝાય વગેરેમાંથી કોઈ પણ એક સાહિત્યપ્રકાર ઉપર સંશોધન કરી શકે એટલી અઢળક સામગ્રી છે. અલગ જૈન સાહિત્ય સમારોહ યજવા પાછળ સંશોધન અને વિદ્યાવિસ્તારનું જ લય છે. આ સમારોહ પૂરો થયા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વિકસે એવી અભિલાષા છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલય ,
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી રતિલાલ કે ઠારીએ કહ્યુંઃ “મહાવીર જૈન વિદ્યાલય ૬૫ વર્ષ ઉપર કેવળ પંદર વિદ્યાથી. એથી શરૂ થયું હતું. આજે તેમાં ૭૫૦ વિદ્યાથીઓ છે. આ સંસ્થામાંથી છ હજાર વિદ્યાર્થીઓએ દુનિયામાં અને જીવનમાં સુયશ પ્રાપ્ત કર્યો છે. આજે સંસ્થાની સાત શાખા છે. સમાજેમાં ને દેશમાં તેની સારી પ્રતિષ્ઠા છે. હસ્તલિખિત પ્રતો અને વીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org