________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ : કૃષ્ણવીર દીક્ષિત મહુવામાં તા ૨, ૩ અને ૪ ફેબ્રુઆરી, ૧૯૭૯ ઃ આ ત્રણ દિવસ એ નિત્યલીલાછમ અને મને તારી પ્રદેશની સાંસ્કૃતિક તવારીખના મહત્વના અંશ લેખે ત્યાંની પ્રજાની સ્મૃતિમાંથી સહેજે લુપ્ત નહિ થાય. એ ત્રણ દિવસ મહુવાની આરોગ્યપ્રદ આબેહવામાં સાહિત્ય અને શિક્ષણ આ દ્રિવિધ ક્ષેત્રને વરેલા સારસ્વતાની ઉદાત્ત ભાવનાનો જે મઘમઘાટ પ્રસર્યો તેની મહેક ત્યાંની પ્રજાના હૃદયમાં ચિરકાળ સુધી વ્યાપ્ત રહેશે આ સુખદ સ્થિત્યંતર એ ત્રણ દિવસ દરમિયાન ત્યાંની પ્રમુખ શિક્ષણસંસ્થા શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમને હીરક મહોત્સવ ઉજવાયો તથા જૈન સાહિત્ય સમારોહ
જાયે, અને આ સાંસ્કૃતિક ઘટનાની સ્મૃતિ ચિરંજીવ રહે તે ભાવનાથી મહુવાની અસ્મિતા'નું હીરક મહોત્સવ ગ્રંથલે બે પ્રકાશન થયું તેને આભારી હતું.
સૌરાષ્ટ્રના દક્ષિણ તટે આવેલું મહુવા, ભાવનગર જિલ્લામાં, ભાવનગરને બાદ કરતાં મોટામાં મોટું ગામ અને બંદર છે. પરંતુ આ ભોગેલિક હકીકત મહુવાને જે મહિમા બક્ષતી હશે તેનાથી
ક્યાં ય અધિક મહત્ત્વની હકીક્ત તે એની ઠામ ઠામ વિલસી રહેલી, માઈલના વિસ્તારમાં છવાયેલી, સ્વકીય રમણીયતાથી પ્રભાવિત કરતી મનોહારી અને નયનરંજક એવી એકેકને ભુલાવતી વનરાજિની અખૂટ સમૃદ્ધિ છે. વનદેવતાના આધુનિક વૈભવી આવાસ સમી આ વનરાજિ, ખેતરોથી શોભતી સી અને ગામથી ઝાઝું દૂર નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org