________________
૩૩૪
જૈન સાહિત્ય સમારીહ
લક્ષ્મણે પેાતાની શક્તિ બતાવીને શત્રુમન નામના રાજાની જિતપદ્મા નામની પુત્રી સાથે લગ્ન કર્યાં.
ત્યાંથી તેઓ વ’શસ્થલ પહેાચ્યાં. ત્યાંના રાજાએ તેમના ઉત્સવપૂર્વક સત્કાર કર્યાં. રામના આગમનની યાદરૂપે વશસ્થલમાં એક પતનું નામ રામગિરિ રાખવામાં આવ્યું.
સીતારામ ચે।પાઈ'ના પાંચમાં ખંડમાં જટાયુધની કથાનું નિરૂપણુ કરી કવિ રાવણુકથાને પ્રારંભ કરે છે. દક્ષિણમાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકૃગિર નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. વશાશ્રવ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. અનેા પુત્ર તે રાવણુ. રાવણને બાલ્યકાળથી એના પિતાએ દિવ્ય રત્નેાને એક હાર પહેરાવ્યા હતા. એ હારનાં નવ રત્નેમાં રાવણના મુખનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દસમુખ કહેવામાં આવતા હતા. એના ‘રાવણુ’ એવા નામ માટે એવી દ તકથા છે કે એક વખત બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યાં. ત્યારે રાવણે ‘રવ' (અર્થાત્ રુદન) કરવા શરૂ કર્યાં એટલા માટે ‘રવ કરનાર’તે રાવણ' એવું એનું નામ પડી ગયું : · મુકો માટે રાવ, સબદ તિણિ, રાવણ બીજો નામ જી; તે રાવણ રાજા લકાગઢ, રાજ કરણ અભિરામ જી.’
જૈન પરપરા પ્રમાણે રાવણની બહેનનું નામ ચદ્રલેખા છે. એના પતિનું નામ ખરદૂષણ. એને બે પુત્રા હતા : સમ્મુ અને સમ્બુક. લક્ષમણે સમ્બુકને ભૂલથી મારી નાખ્યા હતા એટલે ચક્રલેખા પેાતાના પુત્રના હત્યારાની શોધમાં દંડકારણ્યમાં ઘૂમવા લાગી. એણે જયારે રામને જોયા ત્યારે તે માહિત થઈ ગઈ અને રામને આક વા પ્રયત્ન કરવા લાગી. પરંતુ જ્યારે તે સફળ ન થઈ ત્યારે તે પેાતાના શરીર ઉપર પેાતાના નખ અને દાંતના પ્રહાર કરી વિલાપ કરતી કરતી પેાતાના પતિ ખરદૂષણ પાસે પહેાંચીને તેણે ફરિયાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org