________________
જેને સાહિત્યમાં સંધિનઃ એક દષ્ટિ
૩૩૯ જેમને સ્વાધ્યાય કરતાં તપશ્ચર્યામાં વધુ રસ પડતા હતા. વળી ન આચારની વ્યવસ્થામાં પુસ્તક પણ પરિગ્રહ હતાં પણ કલાક્રમે આગમ લિપિબદ્ધ હતાં. અગાઉ કહ્યું તેમ, ગ્રંથભંડારોની સંસ્થા અસ્તિત્વમાં આવી, તથા એની માલિકી વ્યક્તિગત નહિ પણ સામાજિક હોવાને કારણે પુસ્તકે સચવાયાં. પાટણ, ખંભાત અને જેસલમેર જેવાં પ્રસિદ્ધ કેન્દ્રોની વાત ન કરીએ તો પણ ગુજરાત, રાજસ્થાન અને માળવામાં જેનોની ઠીક ઠીક વસ્તીવાળું એક પણ ગ્રામનગર ભાગે એવું હશે, જેની પાસે પિતાને જ્ઞાનભંડાર ન હોય. વેપારી ગણાતા અમદાવાદના જ્ઞાનભંડારામાં અંદાજે એક લાખ હસ્તપ્રતો છે! દેશના આ ભાગના જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતોની સંખ્યા તક્ક આછી ગણતરીએ પણ દસ લાખથી ઓછી નથી.
જ્ઞાનભંડારે એ કેવળ જૈન ધાર્મિક ગ્રન્થોનાં પુસ્તકાલય નથી, પણ જૈન વિદ્વાનોના ઉપયોગ માટેનાં સર્વ સામાન્ય ગ્રન્થાલયો છે. પ્રશિષ્ટ સંસકૃત સાહિત્યની તમામ શાખાઓમાં રચાયેલા લલિત અને શાસ્ત્રોય વાજયના વિવિધ ગ્રન્થની પ્રાચીનતમ હસ્તપ્રતા આ ભંડારમાંથી મળે છે. એ સર્વનો નામોલ્લેખ અહીં કરતાં નિરર્થક વિસ્તાર થાય, પણ એલું કહેવું બસ થશે કે એવી કૃતિએની અધિકૃત વાચનાઓ માટે તેમ જ તુલન મક દૃષ્ટિએ સમુચિત માનિ માટે જ્ઞાનભંડારામાંની જૂની હસ્તપ્રતોની સહાય લેવી
અનિવાર્ય છે. વિવિધ દર્શન, અલંકારપ્રન્થ અને પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્યનાટકે તથા કથાઓને ઊંડો અભ્યાસ શાસ્ત્રવ્યુત્પત્તિ, કાવ્યરચના અને સાહિત્યપરિશીલન માટે જેમાં થતો; તર્ક, લક્ષણ ( વ્યાકરણ) અને સાહિત્યની વિદ્યાત્રયીનું અધ્યયન પ્રત્યેક વિદ્યાસેવી માટે અનિવાર્ય હતું; આથી એ સર્વ વિષયના પ્રાચીન, અધિકૃત અને વિદ્ધન્માન્ય તેમજ છાત્રોપયોગી નાના મોટા ગ્રન્થ ઉપર જૈન વિદાનોએ ટીકાઓ કે ટિપણેની રચના કરી છે. (તત્કાળ યાદ આવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org