________________
૨૬
જૈન સાહિત્ય સમારોહ પડેલું. એમને સંઘ બહાર કાઢવાની હિલચાલ પણ થયેલી. પાતંજલ અને જેન યોગને સમન્વય એ એમના ચિંતનને મુખ્ય વિષય હતો. તા. ૭-૧૨-૧૯૫૩ ના રોજ ૯૬ વર્ષની વયે પંડિત ફતેહગંદ લાલન જામનગર મુકામે સ્વર્ગવાસી થયા હતા.
કચ્છના બીજ એક વિદ્વાન શિવજી દેવશી મઢડાવાલા થઈ ગયા, જેમણે પણ કોડાયની ‘સદાગમ પ્રવૃત્તિની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો. પંડિત સુખલાલજી વારાણસીની થશેવિજય જૈન પાઠશાળામાં વિ. સં. ૧૯૬૦ માં સંસ્કૃતને અભ્યાસ કરવા ગયા હતા ત્યારે શિવજીભાઈ પણ ત્યાં અભ્યાસ કરતા હતા. મઢડાવાલાએ પાલીતાણામાં સં. ૧૯૫૯માં છાત્રાલયની સ્થાપના કરી હતી, જેને સર વસનજી ત્રિકમજી અને ખેતશી ખાંથશીએ રૂપિયા પચાસ-પચાસ હજારનું દાન આપ્યું હતું. | કચ્છનાં જૈન તીર્થોમાં ભદ્રેશ્વર મહાતીર્થ પછી કચ્છના અબડાસા તાલુકાની પંચતીથી મહત્વની ગણાય છે. સુથરી, કોઠારા, જખ, નલિયા અને તેરાનાં દેરાસર કરછનાં દેરાસરમાં નમૂનેદાર છે.'
સુથર (સુસ્થલી)માં વિ. સં. ૧૭૨૧ માં ઉદેશી શાહે ધૃતકલેલ પાર્શ્વનાથ ભગવાનનું મને હર જિનાલય બંધાવ્યું છે. આ નિ પ્રતિમા વિશે ચમત્કારની ઘટના પ્રચલિત છે.
ફોઠારામાં ૧૯મી સદીની શરૂઆતમાં બંધાયેલ મેરે પ્રભુ જિનાલય છે. શેઠ કેશવજી નાયક, વેલજી માલુ અને શિવજી નેણશીએ વિ. સં. ૧૯૧૪માં શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું છે. - જખૌમાં વિ. સં. ૧૯૦૫ માં શ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જીવરાજ રતનશીએ મહાવાર સ્વામીનું જિનાલય બંધાવ્યું છે.
નલિયામાં વિ. સં. ૧૮૯૭ માં નરશી નાથાએ ચન્દ્રપ્રભુનું જિનાલય બંધાવ્યું છે.
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org