________________
કચ્છમાં જૈન ધર્મ
ભદ્રેશ્વરને યાદ કરતાં દાનેશ્વરી જગડુશાનું નામ યાદ આવે. એ પ્રતાપી પુરુષે જે કાર્યો કર્યા છે એ વાંચતાં ખ્યાલ આવે, કે તે વખતે કરછની જાહેરજલાલી અને જૈન ધર્મને પ્રભાવ કેટલાં વ્યાપક હશે. જગડુશાએ વિ. સં. ૧૩૧૭ થી ત્રણ વર્ષ, લગાતાર પડેલા દુકાળમાં છેક દિલ્હી સુધી અનાજ પૂરું પાડ્યું હતું. કરછમાં જગડુશા જેવા દાનવીર ભાગ્યે જ કોઈ મળે. ભદ્રેશ્વરને ફરી જીર્ણોદ્ધાર કરનાર વર્ધમાન અને પદ્મસિંહ ઉદાર શ્રાવક હતા. તેઓ ચીન દેશ સુધી વેપાર કરતા હતા.
આજથી પાંચ વર્ષ પહેલાં સં.૧૫૫૦ની આસપાસ ઓસવાલ જેને કચ્છમાં આવ્યાં. તે પૂર્વે ગુજરાતમાં તેઓ વેપાર કરતાં હતા. કરછમાં તેમનું આગમન વેપાર અર્થે થયું હતું. કચ્છમાં તેઓ ગુર્જર સવાલના નામે ઓળખાવા લાગ્યાં. ભુજમાં અનુપચંદ શેઠ નામે ગુર્જર જૈન, કચ્છના રાજમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા. ગુર્જર એસવાલ અંજાર, ભુજ, માંડવી, મુન્દ્રા વગેરે શહેરોમાં વિશેષ પ્રમાણમાં રહે છે અને વેપાર કરે છે. ગામડાંઓમાં પણ વેપારી તરીકે જ પથરાયેલા. ઓસવાલ મૂળ ક્ષત્રિય રાજપૂત હતા. એમણે જેને ધર્મ સ્વીકાર્યો હતો.
હાલ જેઓ કચછી ભાષા બોલે છે તે દશા અને વિશા ઓસવાલ જ, રાજકીય અસ્થિરતાને લીધે મારવાડથી પારકર તથા સિંધમાં થઈને કચ્છમાં આવ્યાં હતાં. આ પૂર્વે તેઓ ઓસ, પારકર, ગોલવાડ, સાર, જાલેર, જેસલમેર, રાણ, ઈડર વગેરે પ્રદેશમાં વસતાં હતાં. તેઓ કચ્છમાં આવી ગામડાંઓમાં વિશેષ પ્રમાણમાં વસ્યાં તેમણે ખેતીને મુખ્ય વ્યવસાય બનાયા.
! જામ રાવળે જામનગર વસાવતાં કેટલાક સવાલો હાલાર ગયા. જામનગરના સવાલે હજી પણ ઘરમાં કરછી ભાષા બોલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org