________________
૨૮૦
જૈન સાહિત્ય સમારોહ જૈન ધર્મ પ્રકાશે' પ્રસંગવિશેષના સમાચાર આપવાની પ્રથા શરૂ કરી. આજે તે તેને વ્યાપ પણ ઘણે બધે થયો છે. આ પત્રે આ આ ઉપરાંત (૧) વાર્ષિક લવાજમમાં જ ભેટપુસ્તક આપવાની, (૨) વાર્ષિક પંચાંગ ભેટ આપવાની, (૩) અંકમાં પ્રગટ થયેલ એક જ લેખકના લેઓનું પુસ્તક પ્રગટ કરવાની, (૪) જરૂરી પ્રસંગે વધારાનાં પાનાં આપવાની, તેમજ (૫) ચર્ચાપત્રો પ્રકટ કરવાની પ્રથાઓ શરૂ કરી. આજે પણ આ બધી પ્રથાઓનું પાલન થાય છે. - ૪. જૈન હિતેચ્છુ (સન ૧૮૯૮)ના સંપાદક વા. મે. શાહે એકલા હાથે ત્રણ ત્રણ પત્રો ચલાવીને, એકથી વધુ પત્રોના એક સંપાદકની પ્રથા પાડી. આજે પણ શ્રી મહાસુખભાઈ દેસાઈ એકલા હાથે “જૈન પ્રકાશ” અને “દશા શ્રીમાળી' એમ બે પત્રોના સંપાદનની જવાબદારી સફળતાથી સંભાળે છે. આવાં બીજાં નામ પણ મળે છે.
પ. જૈન સાપ્તાહિક' (૧) સળંગ ધાર્મિક નવલકથા આપવાની, (૨) વર્તમાન રાજકારણ સહિત અનેકવિધ ક્ષેત્રોના સમાચાર આપવાની, તેમજ (૩) પ્રકાશનની સામયિકતા ઘટાડવાની પ્રથાઓ શરૂ કરી. ત્યાર પછી કાળક્રમે સાપ્તાહિક પ્રગટ થયાં અને પાક્ષિક પણ.
૬. “સનાતન જૈન” અને “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડના સંપાદકાએ એતિહાસિક મહત્વ ધરાવતા તથા સંશોધનાત્મક લેખે લખવાની અને પ્રગટ કરવાની પ્રથા શરૂ કરી.
૭. બુદ્ધિપ્રમા' માસિક પ્રચછન્ન અને અપ્રચ્છનપણે સાધુઓપ્રેરિત પત્રો શરૂ કરવાની પ્રથા પાડી. પત્રોની કુલ અસર
૧ ધાર્મિક લાગણી હંમેશાં આળી રહી છે. જૈન સમાજ પણ આવી આળી લાગણીથી આજે પણ બંધાયેલો છે. મોટા ભાગે આવી લાગણું ભ્રામક માન્યતા પર ઘડાયેલી હોય છે. સવાસો વરસ પહેલાં દઢ માન્યતા હતી કે પુસ્તક છપાય નહિ, પુસ્તક છાપવાથી જ્ઞાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org