________________
૨૬૪
જૈન સાહિત્ય સમારોહ સરકાર, પ્રજાનું હિત, ગુપ્તચર સેવા, સચિવે, કાર્યપદ્ધતિ, રાજદૂત, રાજવી સાથેનું વર્તન, સૈન્ય, કિલાએ, વ્યાપ્તિ, યોહાનું ગૌરવ, શત્રુનાં લક્ષણો, એનું માપ કાઢવું, ઘરભેદ, વગેરે વિષયની છણાવટ કરી ન્યાયપૂર્ણ અને નીતિપૂર્ણ બોધ આપ્યો છે. આ બેધ વ્યાવહારિક છતાં નીતિના ભેગે કે સગવડિયો નથી પણ કવિએ વિચક્ષણ અને કુશાગ્ર બુદ્ધિથી શાણપણયુક્ત માર્ગદર્શન આપ્યું છે.
“કુળને ત્રીજો અને છેલ્લે ખંડ છે. પ્રેમ અર્થાત કામ.
પ્રેમીઓનું પ્રથમ મિલન, પછી વિખૂટા પડવું, વિરહ-વેદના, મિલનની ઝંખના, ઉત્કંઠા, અભિસાર, સ્વપ્નાવસ્થા, ફરી મિલન, પ્રેમનું પ્રફુલિન, પ્રેમકલહ, રીસામણુ-મનામણાં, પ્રેમનું ગૌરવ, સાનિ
ને આનંદ-ઉલાસ, પ્રેમિકાનું સૌન્દર્ય, ગુફતેગ, સંગ-વિયોગની ઘટનાઓનું રમણીય નજાકતસભર, રંજક અને આસમાની (Romantic) વર્ણન કર્યું છે. ક્યાંય ઔચિત્યભંગ કે મર્યાદાનું ઉલંઘન નથી, તેમજ અશિષ્ટ શબ્દપ્રયોગ નથી. માત્ર સાવિક પ્રેમનું અભિના ચિત્રણ છે.
સમગ્ર વિચાર-મણકાઓમાં રેશમની દોર સમ પરોવાયેલી બધાને એકસૂત્રે બાંધતી અર્થસભર ઉક્તિ કવિએ એક ઋચામાં આલેખી છે.
કવિ કહે છે: “ક્ષણિક પદાર્થોને શાશ્વત માની લેવા જેવી મૂર્ખાઈ બીજી કઈ નથી.”
સંતકવિ તિરુવલુવરે “કુરળના ત્રણે ખંડમાં માનવજીવનને સ્પર્શતાં અને માનવજીવનને ઉત્કૃષ્ટ કેમ બનાવી શકાય એને સ્પર્શતાં તમામ પાસાંઓને કુશળતાથી આવરી લીધા છે. જીવન જીવવાની કલાને એ અને અને અણમોલ ગ્રંથ છે.
કવિએ વ્યક્તિમાંથી વિભૂતિ થવાને, પામરમાંથી પરમ થવાનો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org