________________
ર૧
જૈન દર્શન અને સંત તિરુવલ્લુતર
શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના એક પ્રશ્નના જવાબમાં પણ આ જ વાત કહી છે.
તપસ્વી મહાવીરે સાડાબાર વર્ષ દીર્ધ તપ કર્યું. અનેક પરિષહે સહ્યાં, પણ કોઈ જીવમાત્રની પણ હિંસા કરી નહિ, અને સમતાભાવે વિદના વેઠી. મહાવીરના જીવનની આ અપૂર્વ ઘટનાને સંતકવિએ સીધી “કુરળ'માં ઉતારી છે. સંતકવિ કહે છે :
“યાતનાઓને ધીરજપૂર્વ સહન કરવી અને જીવહિંસા ન કરવી એમાં સમગ્ર તપને સમાવેશ થઈ જાય છે.'
" યજ્ઞ માટે હિંસા કરી આશીર્વાદ પ્રાપ્ત કરનારને સંતે સખત વિરોધ કર્યો છે. આવા આશીર્વાદ ધૃણાસ્પદ લેખાવ્યા છે. ડે. આબર્ટ સ્વાઈશ્કરે જેને જીવન પ્રત્યે આદર–Reverence to Life કહ્યો છે, એનું જ પ્રતિપાદન કરતાં કવિ કહે છે કે,
“જે હિંસાથી ડરીને ચાલે છે અને જીવનને આદર કરે છે તે શ્રેષ્ઠ છે.'
નિરામિષ આહાર: હિંસક અને દયાહીન વૃત્તિ વગર માંસાહાર સંભવી શકતા નથી. કવિએ કહ્યું છે કે “હિંસા કરી જીવનાર લેકે શબનું માંસ ખાનાર જેવા છે. તે તગડો થવા જે અન્યનું માંસ ખાતો હોય, તે દયાની લાગણી કેવી રીતે અનુભવે ? માંસાહારીના હૃદયમાં દયા જોવા મળતી નથી. માંસાહાર માટે પશુઓની હત્યા કરવી એ નિષ્ફરતા જ છે.'
તપ: જેમણે પોતાની વૃત્તિઓ અને કષાયો પર વિજય મેળવ્યો તે જિન કહેવાયા. પિતાનામાં રહેલા શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો તે અરિહંત કહેવાયા. સંતકવિએ એ જ સંજ્ઞામાં કહ્યું છે કે પિતાના પર પ્રભુત્વ મેળવનારને સૌ પૂજે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org