________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
રne
શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય–પ્રશિષ્યાદિએ લાખો લોકપ્રમાણ કર્મવિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે.
ઉપરોક્ત વિવિધવિષયક ગ્રંથના અભ્યાસ માટે વ્યવસ્થિત યોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાથીઓની પરીક્ષા લઈ ઉચ્ચ પ્રકારનાં ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવે, તે તે ગ્રંથના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભાં કરવામાં આવે, તો પૂર્વેના મહાપુરુષોએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાનાં જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર પુરુષ સંઘને મળી રહેશે.
સાત્ત્વિક ધાર્મિક જીવનના ઘડતર માટે ચતુવિધ સંધ માટે કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.ના ગશાસ્ત્રનું અધ્યયન વિશેષ ઉપકારી છે. સમગ્ર સંઘમાં પાઠ્યપુસ્તક તરીકે બની શકે તેવી તેની યોગ્યતા છે. શ્રી કુમારપાળ મહારાજ દરાજ એ શાથેનો સ્વાધ્યાય કરીને જ દાતણ કરતા હતા.
આ ગ્રંથનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તે જૈન શૈલી અનુસાર નવાં વિવેચન, સ્પષ્ટીકરણ અને સંશોધને ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત રહેશે.
આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તક વિદ્યામાન છે, તે આજ સુધી સચવાઈ પણ રહ્યાં છે. એ પણ આપણું મહાન સદ્ભાગ્ય છે.
પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછું હશે તો પણ આ યુગના આપણા જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય.
વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. સદભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિસંપન્ન તેજસ્વી સુયોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org