________________
૨૪૦
જૈન સાહિત્ય સમારોહ બાહ્ય શ્રુત કહેવાય છે. ઉપાંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરુષોની ચર્યાનું વર્ણન હોય છે અને અન્ય સૂત્રોમાં બાકીની બીજી વાતનું વર્ણન હોય છે.
આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે, તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમ હતાં, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમ છે.
૧, અગિયાર અંગસૂત્રોઃ શ્રી તીર્થકર પ્રભુ પાસેથી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો વિશિષ્ટ શ્રુતજ્ઞાનના બળથી દ્વાદશાંગીની રચના કરે છે, તેમાંનું ૧૨ મું દષ્ટિવાદ અંગ હાલ વિકેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગે વિદ્યમાન છે. તે આ પ્રમાણેઃ ૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ સ્થાનાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યા પ્રજ્ઞતિ (ભગવતીસૂત્ર), ૬ જ્ઞાતાધર્મકથાંગ, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુત્તરૌપપાતિક દશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ અને ૧૧ વિપાકશ્રુતાંગ.
તીર્થંકર પરમાત્માની એકાંત હિતકર વાણુનો સંગ્રહ કરનાર આ અગિયાર અંગમાં અનુક્રમે ૧ આચાર, સંયમની નિર્મળતા, ૩ હેય-ય-ઉપાદેયનું સ્વરૂપ, ૪ અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલા ઉત્તર, ૬ અનેક ચરિત્ર અને દષ્ટ, ૭ દશ મહાશાવકૅનાં વિસ્તૃત જીવનચરિત્રો, ૮ કેવલજ્ઞાન પામી તરત જ ક્ષે જનાર મહામુનિએનાં ચરિત્રો, ૯ સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર મહામુનિઓનાં જીવનચરિત્રો, ૧૦ હિંસા વગેરે પાપના વિપાકે અને ૧૧ કમેનાં શુભાશુભ વિપાકે આદિનાં સવિસ્તર વર્ણન છે. '
૨. બાર ઉપાંગ સૂત્રો દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારાં શા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org