________________
ર૩ર
જૈન સાહિત્ય સમારોહ પુત્રે તે રાત્રે સ્વપ્નમાં અગ્રગણિકા પાસેથી સેવા લીધી. એટલે બીજા દિવસે નગરવધૂને સેવામાં આવવાની ના કહી, પરંતુ અગ્રગણિકાઓ કહ્યું, “એમ છે તે મારા વેતનના એક લાખ મને આપી દે.” પણ શ્રેષ્ઠિપુત્ર એમ શેને માને ? આ ઝઘડો પ્રજ્ઞાવાદીને સોંપાયો. તેણે કહ્યું: ‘જે શ્રષ્ઠિપુત્રે ગણિકાની સેવા લીધી હોય તો ગણિકાને જે ભાવ હોય તે તેણે આપી દેવું જોઈએ. પછી એક અરીસે મંગાવ્યા ને એક લાખ સુવર્ણમુદ્રા ભરેલી પેટી મંગાવી. અરીસાને સામે ધરી, ગણિકાને બેલાવી, કહ્યું: “અરીસામાં એક લાખ સુવર્ણમુદ્રાનું પ્રતિબિંબ પડે છે તે લઈ લે. જેવી શ્રેષ્ઠિપુત્રે તારી સ્વપ્નમાં સેવા લીધી, તેવું તને વેતન આપે છે કારણ કે સ્વપ્ન અને પ્રતિબિંબ સમાન છે.' આમ, અગ્રગણિકાની તર્ક જાળથી ભરેલી ઠગારી માંગણીને, એ જ તર્ક જાળનો ઉપયોગ કરીને ઠરી ચૂકવણી કરવામાં આવે છે.
ચારિત્રરત્નમણિકૃત “દાનપ્રદીપ(ઈ. સ. ૧૪૪૩)માં ધનદત્તની વિવેકબુદ્ધિને પ્રસંગ આ પ્રમાણે છે:
એક વાર એક કપટી, સાર્થવાહ બનીને, બાર કોડ સુવર્ણ મુદ્રા ધરાવતી ગણિકા અનંગસેનાને ત્યાં ગયો. ગણિકાએ તેને ધનાઢય માની, યુક્તિપૂર્વક કહ્યું: ‘તમારી પાસેથી મને બાર કરેડ સુવર્ણ મુદ્રા મળી છે એવું છેલ્લા પહેરે મને સ્વપ્ન આવ્યું છે અને એ સાચું પડશે એમ મને લાગે છે.'
આ સાંભળી ધૂર્ત સાર્થવાહે કહ્યું: “વાત સાચી છે. મને પણ સ્વપ્ન આવ્યું હતું. બાર વર્ષ તારે ત્યાં મારા રહેવાના વિચારના પરિણામે મેં બાર કરેડ સુવર્ણમુદ્રા તારે ત્યાં થાપણ તરીકે મૂકી છે, પણ હમણાં એક સાર્વવાહ પરદેશ જાય છે અને વેપાર અર્થે મારે તેની સાથે જવું છે એટલે મારી અનામત પાછી આપ. પરદેશથી કમાઈને સીધે તારે ત્યાં જ આવીશ. ” વગેરે. આ રીતે અનંગસેના અને સાર્થવાહના ઝઘડાને ઉપર જણાવ્યા મુજબ, ધનદત્તે
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org