________________
જેન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે
૨૨૯ મદન-મેહનામાં મહિના મદનની સાથે પુરુષવેશે જાય છે. મહિના રાજપુત્રી છે, અને મદન મંત્રીપુત્ર છે, એટલે બંને વચ્ચેના વિવાહ રાજ મંજૂર ન કરે એટલા માટે પતિ સાથે પુરુષવેશે નાસી જવાની તરકીબ ઉપયોગમાં લેવાઈ છે મેહના જ્યારે પુરુષવેશે પરદેશ જવાની વાત કહે છે, ત્યારે તેના સમર્થનમાં પિતાના પતિ સાથે પુરુષવેશે પરદેશ ગયેલ રજપૂતાણીની વાત કહે છે. “મદનમોહનામાં આ વાત અવાંતરકથા-આડકથા છઠ્ઠી છે. આ વાત પ્રચલિત લેકકથા પરથી લેવાઈ છે.
સિંધી લેકકથામાં રાજબાલાની વાર્તા છે, જેમાં રાજબાલા એના પતિ અજિતહિ સાથે પુરુષવેશે પરદેશ જાય છે અને ઉદે. પુરના રાણી જગતસિંહને ત્યાં બંને જણ ગુલાબસિંહ અને અજિતસિંહનાં નામે (સાળા-બનેવી તરીકે) પ્રતિહારી તરીકે કરી સ્વીકારે છે.
એવામાં એક શિયાળાની રાત્રે માવઠું થયું. વરસ દ અને વાવટોળમાં અંધારી મેઘલી રાતે એકલવાયા, વિરહ પીડાતા ગુલાબસિંહે એવી મતલબનો દુહો લલકાર્યો કે મેઘ મૂશળધાર વરસે છે, નદીમાં પૂર ચડ્યાં છે, વીજળી ચમકે છે, ભીની ધરતી મહેકે છે, પણ મારું હૈયું જલી રહ્યું છે. અજિતસિંહે પ્રત્યુત્તરમાં સામે દુહ લલકાર્યો કે ભગવાન દયાળુ છે, દુઃખિયાને બેલી છે, ધરતી ભલે સૂતી હોય, આભ સદાયે જાગતું જ છે, કેઈ આગલાં ભવનાં કર્યા આ ભવે આપણને નડે છે અને આપણી વચ્ચે વિજોગ પાડે છે.”
૬ કીન્કંડકૃત “Tales of Sind.” ૭ આ દુહે આ પ્રમાણે
દેશ વીજાં પીયુ પરદેશમાં પિયુ બંધવા રે વેશ. જે દી' જાશાં દેશમેં તે દી” બાંધવ પીયુ કરેશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org