________________
કરવું જોઈએ નહીં
હારમાં આ
આપણી
આપ
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ નામશેષ થયે, પરંતુ જૈન ધર્મ ટકી રહ્યો. તેનું કારણ એ છે કે જૈન ધર્મ, હિન્દુ ધર્મ સાથે અવિરેધનું વલણ અપનાવ્યું અને વ્યવહારમાં લગભગ હિન્દુ જેવા જ રહ્યા ! કપડાં, નાત-જાત, લગ્નના રિવાજો અને મૃત્યુના રિવાજો અપનાવી લીધાં અને છતાં ય જૈન રહ્યા! શંકરાચાર્ય “સંન્યાસની પદ્ધતિ સ્વીકારી એ હિન્દુ ધર્મ પર જૈન તથા બૌદ્ધ ધર્મની અસરના કારણે જ !”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જેનેનું અનોખું પ્રદાન હોય તો તે અનેકાંતવાદનું છે. પણ આપણે એ વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનમાં અને વ્યવહારમાં આ “અનેકાન્તવાદ ક્યાં સુધી ઉતાર્યો છે ? આપણું કઈ ટીકા કરે તો શાંત રહેવાતું નથી. આપણામાં પણ અંધશ્રદ્ધા ઓછી નથી. આપણે કોઈ ફેરફારો કરવા તૈયાર નથી. એટલું જ નહિ પરંતુ જે કેઈ નાનામાં નાની ભિન્ન વાત રજૂ કરે તે આપણે તેના પર તૂટી પડીએ છીએ !” સ્વતંત્ર વિચારની આવશ્યકતા
તેમણે એ વાત પર ભાર મૂક્યો હતા કે “ આગમે એ જ્ઞાનનો ભંડાર છે. જૈન ધર્મ, દર્શન અને શાસ્ત્ર – આમાંથી આપણે કેટલું સ્વીકાર્યું? તેને તલસ્પર્શી અભ્યાસ કેટલે થયો ? એને વર્તમાનમાં કેટલો અભ્યાસ થયે? મારે ખેદ સાથે એમ કહેવું પડે છે કે જેને “critical” કહી શકાય તેવું બહુ જ ઓછું લખાણ થયું છે. આપણે જેને સ્વતંત્ર ચિંતન અને મૂલ્યાંકન કહી શકીએ તેવો અભ્યાસ કરવાની તૈયારી છે ?
કઈ મહારાજ કે મહાસતી કહે તે અનેક પ્રકાશને થાય છે. આ પ્રકાશકે પણ એ પુસ્તક વાંચતા જ હોય એવું નથી. આમાં પણ કઈ નવી દષ્ટિએ મૂલ્યાંકન જેવા નહિ મળે. એકનું એક જ પ્રકાશન થાય એવું પણ ઘણું જોવા મળે છે. લાખો રૂપિયા ખર્ચાયા પછી ગુણવત્તા જેવું કંઈ જોવા મળે છે ખરું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org