________________
૨૨૦
જૈન સાહિત્ય સમારેહ કરુણા. દુ:ખીનાં દુઃખ એાછાં કરવાથી કર્મની નિર્જરા થાય છે; આપણી વૃત્તિ નિર્મળ થાય છે. ભગવાન મહાવીરે સંગમદેવ પ્રત્યે અપાર કરુણા બતાવી. સમતાના ઉત્કૃષ્ટ ભાવ વિના તે સંભવે નહિ. દૂફ, - હમદર્દી, લાગણું, સમભાવ ઇત્યાદિ દુખી માણસને ખરે ટાંકણે અમૃત છાંટણા સમાન બની જાય છે.
માધ્યસ્થ એટલે કરુણાપૂર્ણ ઉપેક્ષા. ઘોડો ઉપેક્ષા અધમ, માર્ગ ભૂલેલા, દેષિત પ્રત્યે ઉપેક્ષા સેવવી. માધ્યસ્થ એટલે ક્રોધ અને કે કમ્રતાને ભાવ સેવ્યા વિના અલિપ્ત રહેવું. આ ઉદાસીનતા કે ઉપેક્ષા જડ નહિ પરંતુ કરુણપૂર્ણ હેવી જોઈએ. કરુણાને ભાવ ન હોય તે આપણામાં જડતા કે રુક્ષતા આવી જવાનો સંભવ રહે. ઉપાધ્યાય યશોવિજયજી સઝાયમાં કહે છે:
રાગ ધરીજે જહાં ગુણ લહીએ,
નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ ” આ ચારે ભાવનાથી વિશ્વમત્રી સધાય છે. આ ચારે ભાવના -ધર્મધ્યાનની ભાવના છે. તેનાથી આત્ત-રૌદ્ર ધ્યાથી મુક્ત થવાય છે. અને સમતાયુક્ત ધર્મધ્યાન પ્રગટે છે. અનુકંપા, પ્રેમ, ઉદારતા અને દાનનાં બીજ પ્રગટે છે અને પોષાય છે. ચિત્તવૃત્તિ સ્થિર થાય છે. જેમ વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય તેમ અનિર્વચનીય આનંદ - અનુભવાય છે.
સમતા અને ધ્યાન પરસ્પરપૂરક છે. સમતા વિના, ચિત્તની સ્થિરતા વિના, ધ્યાન થતું નથી. ધ્યાનથી સમતા નિશ્ચલ થાય છે.
न साम्ये विना ध्यानम् , न ध्यानेन विना च यत् ।
જેમ જેમ ધ્યાનની ક્ષમતા વધતી જાય તેમ તેમ મનમાં વિશેષ પ્રકારનું ચૈતન્ય જાગ્રત થાય છે. ચૈતન્ય એ સમત્વની પ્રજ્ઞા છે.
સમતા એ જ્ઞાન છે. અથવા તો એમ કહી શકાય કે જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org